Site icon Revoi.in

દેશભરમાં ટામેટાના ભાવમાં મળશે વઘુ રાહત , હવે ટામેટા માર્કેટમાં ૪૦ રૂપિયે પ્રતિ કિલો મળવાની તૈયારી

Social Share

દિલ્હીઃ- દેશભરમાં નેક ચીજ વસ્તુઓના ભાવમામ વઘારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી રોંજીંદા જીવનમાં વપરાશમાં આવતા ટામેટાના ભાવે ગૃહિણીઓનું બજેટ વિખોળ્યું હતું અનેક જગ્યાઓ પર ટામેટા 200 રુપિયે કિલો મળતા થયા હતા જો કે હવે ટામાટાના ભાવ 100 રુપિયે પ્રતિ કિલો સુઘી પહોંચતા થોડી રાહત અનુભવાઈ છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે સરકાર દ્રારા ટામેટાના ભાવોને લઈને અનેક પગલા લેવામાં આવી રહ્યા છએ ત્યારે હવે ટામેટા ફરી 40 રુપિયે કિલો માપર્કેટમાં મેળવી શકાય તેવા પ્રયાસો હાથ ઘરાયા છે. આ બબાતને લઈને  કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે વિતેલા દિવસના રોજ જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય સહકારી ગ્રાહક સંઘ લિ.  અને નાફેડને 20 ઓગસ્ટથી 40 રૂપિયા પ્રતિ કિલોના છૂટક ભાવે ટામેટાં વેચવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.  છે. જથ્થાબંધ અને છૂટક બજારોમાં ટામેટાંના ભાવમાં સતત ઘટાડાને ધ્યાનમાં રાખીને ગ્રાહક બાબતોના વિભાગે આ નવો નિર્દેશ જારી કર્યો છે.