Site icon Revoi.in

આ 6 આઉટડેટેડ ફેશન ટ્રેંડ બગાડી શકે છે આપના સ્ટાઈલીસ લૂકને

Social Share

દરેક સ્ટાઈલ-ફેશન સદાબહાર નથી હોતી, જેથી જૂની ફેશનના કપડા અને શૂઝ પહેરવાનું છોડી દેવું જોઈએ. જૂની ફેશનના પરિધાન આપની પસંદના હોય પરંતુ તેનાથી દૂર જ રહેવું જોઈએ. આ ફેશન મિસ્ટેક આપને મિત્રોની વચ્ચે હાસ્યનું પાત્ર બનાવી શકે છે. દરેક વસ્તુઓનો એક નિર્ધારિત સમય હોય છે એવા સમયે એ સ્ટાઈલ અને ફેશન એટલા સમય માટે સારી લાગે છે. જેથી જૂની ફેશનના કપડા અને શૂઝને બદલે હાલની ફેશનને અનુસરવું જોઈએ. જેથી આપ મિત્ર વર્તુળમાં સ્ટાઈલિસની સાથે વધારે ફેશનેબલ લાગશો.

હજુ પણ કેટલાક યુવાનો કમરની નીચે જીન્સ પહેરવાનું પસંદ કરે છે. આ સ્ટાઈલ ઘણી જુની થઈ ગઈ છે. જે વસ્તુ ટ્રેન્ડમાં જ નહીં તેને શું કામ અપનાવવી જોઈએ. આવી લો વેસ્ટ જીન્સ અને બેગી જીન્સ પહેરવાનું ટાળવું જોઈએ. ખાસ પાતળા વ્યક્તિઓએ તો એને પહેરવાનું વિચારવુ પણ ના જોઈએ.

એવી શર્ટ કેમ પહેરવી કે જેની અંદરની વસ્તુ સામેવાળી વ્યક્તિને દાખાય. આવા શર્ટનું પ્રચલન ક્યારનું બંધ થઈ ગયું છે. જો આપ પણ પહેરતા હોય તો તેને પહેરવાનું ટાળજો. આમા આપનો લુક પણ યોગ્ય નહીં લાગે.

ડીપ-વી નેક ટી-શર્ટ યુવાનોએ પહેરવી જ ના જોઈએ, આ લુકને બગાડવાનું કામ કરે છે. આવી ટી-શર્ટ પહેરવાનું છોડી દો અને આનાથી પણ વધારે સારી ટી-શર્ટમાં બેસ્ટ લૂક મળી શકે છે.

ટી-શર્ટ ઉપર બહુ મોટા લોગો જોવામાં જ સારા નથી લાગતા, આવી ટી-શર્ટને હવે પહેરવા પણ નથી માંગતા. આપ સફેદ ટી-શર્ટમાં પોતાને વધારે નિખારી શકો છો.

ખાસ કરીને યુવાનોએ આવા શોર્ટ્સથી દૂર જ રહેવું જોઈએ, આ લૂક આપની ઉંમર વધારે દેખાડે છે. જો કે યુવાનો આ પ્રકારના શોર્ટ્સ પહેરતા નથી. આપ પણ સમયની સાથે ચાલો અને લેટેસ્ટ ફેશનને અપનાવો.

આપના પેન્ટની લંબાઈ વધુ હોય કે ઓછી તો પણ સેન્ડલની સાથે સોક્સ ના પહેરો. પહેલા લોકો આ રીતે પહેરતા હતા. જો કે, આ પ્રચલન લાંબો સમય નથી ચાલ્યું. આમ પણ સેન્ડલની સાથે મોઝા પહેરવા યોગ્ય નથી.

એક સમય હતો જ્યારે લોકો ફોર્મલ શૂઝને વધારે પસંદ કરવામાં આવતા હતા. પરંતુ હવે આ જૂની ફેશન થઈ ગઈ છે. એટલે નવી સ્ટાઈલ અનુસાર શૂઝ પહેરવાનું શરૂ કરવું જોઈએ. સ્ક્કાયર ટો શૂઝ પણ ના પહેરવા જોઈએ. આવા શૂઝ પણ પહેરવાથી દૂર રહેવું જોઈએ.

Exit mobile version