Site icon Revoi.in

મનાલીના આ મુખ્ય પ્રવાસન સ્થળો કે જે પ્રવાસીઓને આકર્ષે છે

Social Share

મનાલી પોતાની પ્રાકૃતિક સુંદરતા જેવા વન્ડરલેન્ડના કારણે દરેક જગ્યાથી લોકોને આકર્ષિત કરે છે,શિયાળામાં અહીં તમે સ્નોફલો જોવા અને ઘણી અન્ય વસ્તુઓનો આંનદ લઇ શકો છો.

ડિસેમ્બરથી માર્ચ મહિના દરમિયાન, આ સ્થળ ખૂબ જ મનોહર અને સુંદર દૃશ્યો પ્રદાન કરે છે. બરફથી ઢંકાયેલા પર્વતો અને ઠંડા તાપમાનને જોવા માટે શિયાળામાં મનાલીની મુલાકાત લો. આ સમય દરમિયાન બરફ પડવાની સંભાવના સૌથી વધુ છે. મનાલીમાં જોવાલાયક સ્થળો નીચે મુજબ છે

માલ રોડ  

માલ રોડ મનાલીમાં સૌથી લોકપ્રિય સ્થળો પૈકીનું એક છે જે શહેરના તમામ મુખ્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલ છે. મુસાફરોને આકર્ષવા માટે રસ્તાની બંને બાજુએ વિવિધ પ્રકારનો સામાન વેચવામાં આવે છે.આ જગ્યાએ અવરજવર પણ જોવા મળતી હોય છે.

સોલંગ ઘાટી

મનાલી બરફ પ્રેમીઓ માટે એક આકર્ષક સ્થળ છે. અહીં તમે સ્કીઇંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો અને તેની સાથે અદભૂત નજારો માણી શકો છો. શિયાળામાં સોલંગ ખીણની અદભૂત ઢોળાવ સ્કીઇંગ અને પેરાશૂટિંગ અને પેરાગ્લાઇડિંગ જેવી અન્ય સાહસિક પ્રવૃત્તિઓ માટે તકો પૂરી પાડે છે.

હિડિમ્બા દેવી

મંદિર માલ રોડથી લગભગ 1.5 કિમીના અંતરે આવેલું આ જૂનું મંદિર તીર્થયાત્રીઓ માટે સૌથી વધુ લોકપ્રિય પ્રવાસી આકર્ષણોમાંનું એક છે. તે ઐતિહાસિક અને પુરાતત્વીય મહત્વની સાથે શાંતિપૂર્ણ સ્થળ છે.

કુલ્લુ ઘાટી 

કુલ્લુ ખીણ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. અહીં તમે કુદરતી સૌંદર્ય, અદ્ભુત પર્વત દૃશ્યો અને તળાવોનો આનંદ માણી શકો છો. આ તેને પરિવાર સાથે મનાલીમાં ફરવા માટેનું એક શ્રેષ્ઠ સ્થાન બનાવે છે.