Site icon Revoi.in

આ છે વિશ્વની એવી જગ્યાઓ જ્યાં ક્યારેય નથી પડતી રાત – સુરજ આથમતો જ નથી

Social Share

વિશ્વમાં ઘણા દેશો એવા છે કે જ્યા અજાયબીઓ જોવા મળે છે, જો કેકેટલીક અજાયબીઓ વિજ્ઞાન સાથે જ સંકાળેલી હોય છે જેમાં વાત કરીએ સૂરજ આથમવાની તો વિશ્વની ઘણી જગ્યાઓ પર રાત પડતી જ નથી એટલે કે આ જગ્યાઓ પર સૂરજ આથમતો નથી,

આમ તો કુદરતનો નિયમ છે કે દિવસ પછી રાત અને રાત પછી દિવસ આવે છે. આ વિશ્વમાં આ સ્થાનો પર, સૂર્ય 70 દિવસથી વધુ સમય માટે અસ્ત થતો નથી. હવે તમારા મનમાં સવાલ ઉઠતો જ હશે કે સૂર્ય આથમ્યો નથી તે કેવી રીતે બને? અમે તમને એવી જગ્યાઓ વિશે જણાવીએ

ર્નોવે – ર્વેને મિડનાઈટ સન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક એવો

અલાસ્કાઅલાસ્કાના શહેર બૈરોમાં, મેના અંતથી જુલાઈના અંત સુધી સૂર્ય આથમતો નથી. આ પછી શિયાળામાં એટલે કે નવેમ્બરની શરૂઆતમાં અહીં એક મહિના સુધી રાત રહે  છે. આ સમયને ધ્રુવીય રાત્રિઓ કહેવામાં આવે છે. તમે ઉનાળા અને શિયાળા બંને ઋતુમાં અહીં મુલાકાત લઈ શકો છો.

નોર્વે – નોર્વે  એવો દેશ છે જ્યાં મે મહિનાથી જુલાઈના અંત સુધી સૂર્ય અસ્ત થતો નથી. અહીં 76 દિવસ સતત દિવસ રહે છે અને રાત થતી નથી. અહીંના સ્વાલબાર્ડમાં પણ 10 એપ્રિલથી 23 ઓગસ્ટ સુધી સૂર્યાસ્ત થતો નથી. જો તમે મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો તમે અહીં જઈ શકો છો. 

આઇસલેન્ડયુરોપના સૌથી મોટા ટાપુઓમાંના એક આઇસલેન્ડમાં જૂનમાં ક્યારેય સૂર્ય આથમતો નથી. અહીં 24 કલાક દિવસ ને દિવસ જ રહે છે. ગ્રેટ બ્રિટન પછી આઇસલેન્ડ યુરોપનો સૌથી મોટો ટાપુ છે,

કેનેડાકેનેડાનું નુનાવુત શહેર ખૂબ જ સુંદર છે. અહીંની વસ્તી લગભગ ત્રણ હજાર છે. આ શહેરમાં માત્ર બે મહિના સુધી સૂર્ય અસ્ત થતો નથી. શિયાળાની ઋતુમાં અહીં દિવસ નથી હોતો માત્ર રાત જ રહે છે.

 

 

 

Exit mobile version