Site icon Revoi.in

હાથની આ રેખાઓ બતાવે છે કે,તમારી પાસે પૈસા આવવાના છે

Social Share

આજના સમયમાં વિશ્વના દરેક ખૂણામાં લોકો પૈસા માટે દોડી રહ્યા છે, કેટલાક લોકોને જરૂરિયાત પ્રમાણે રૂપિયા મળી જાય છે પણ કેટલાક લોકોને રૂપિયા ટકે હેરાન પરેશાન રહેતા હોય છે. ત્યારે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે જો હાથમાં આ પ્રકારની રેખાઓ બનતી હોય તો સમજી જાવ કે હવે રૂપિયા આવવાના છે.

જ્યોતિષ શાસ્ત્રમાં એવા ઘણા સંકેત જણાવવામાં આવ્યા છે જે મનુષ્ય પાસે ધન આવવાના સંકેત આપે છે. એવું જ એક શુભ સંકેત હથેળી પર ખંજવાળ આવવો પણ છે. જો કે આ સંકેત પુરુષ અને મહિલાને અલગ-અલગ પરિણામ આપે છે.

એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિના ડાબા હાથ પર ખંજવાળ આવે છે, તો તેનો અર્થ છે કે તેની પાસે પૈસા આવવાના છે. આ સૂચવે છે કે વ્યક્તિ ભાગ્યશાળી છે. જ્યારે સમુદ્રશાસ્ત્ર અનુસાર ડાબા હાથમાં ખંજવાળ આવવાથી ધનની હાનિ થાય છે. એટલા માટે જ્યારે પણ તમને તમારા ડાબા હાથ પર ખંજવાળ આવે છે, ત્યારે તમારે તમારું કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ.

Exit mobile version