Site icon Revoi.in

આંખોની રોશનીને તેજ બનાવે છે આ કુદરતી ચીજ વસ્તુઓ -તમે પણ જાણીલો આ કામની વાત

Social Share

આપણા શરીરના તમામ અંગો સારા હશે તો જીવન જીવવના મજા વધુ હશે જેથી કરીને તમામ રીતે ફિટ રહેવું જરુરી છે,જો આંખોની વાત કરીે તો આજકાલ આંખની પ્રોબલેમ નાની વયે શરુ થી જાય છે, આંખોમાં ચશ્માં આવવા તો જાણે સામાન્ય બાબત બની ચૂકી છે આવી સ્થિતિમાં કેટલીક વસ્તુઓ એવી છે  કે જેના થકી તમે તમારી આંખોની રોશની તેજ બનાવી શકાય છે.

પહેલાના વખતમાં વૃદ્ધ લોકો જ ચશ્મા પહેરતા હતા. આજકાલ નાના બાળકોની દૃષ્ટિ નબળી થવા લાગે છે. આયુર્વેદ ડૉક્ટર અનેક એવી ટિપ્સ બતાવે છે જે તમારી આંખોની રોશનીને વધુ સારી બનાવે છે.

ઓર્ગોનિક  ગુલાબ જળ

ઓર્ગેનિક ગુલાબજળ આંખોમાં નાખો, તેનાથી આંખનો થાક દૂર થશે અને બળતરા કે અન્ય કોઈ સમસ્યા હોય તો પણ આરામ મળશે.

ગાયનું ઘી

ગાયનું ઘી સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે. તેને ખાવાથી આંખોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. તેને આંખો કે નાકમાં  લગાવવાથી આંખો માટે લાભ થાય છે.

ત્રિફળા

ત્રિફળા એ ત્રણ પ્રકારની ઔષધિઓનું મિશ્રણ છે. તે બજારમાં ઉપલબ્ધ છે અથવા તમે તેને ઘરે પણ બનાવી શકો છો. તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય તે પેટ, ત્વચા અને વાળ માટે પણ સારું છે.