Site icon Revoi.in

સંસદના સત્રનો આજે ત્રીજો દિવસઃ મહિલા અનામત બિલ પર સંસદમાં ચર્ચાનો થયો આરંભ

Social Share

દિલ્હીઃ 18 સપ્ટેમ્બરના રોજથી સંસદના વિશેષ સત્રનો આરંભ થયો હતો આજે સંસંદના આ સત્રનો ત્રીજો દિવસ છે વિતેલા દિવસે સત્રના બીજા દિવસથી સંસદની કાર્યવાહી નવા સંસદ ભવનમાં શરુ કરવામાં આવી વહતી પીએમ મોદીની આગેવાની હેઠળ દરેક સાંસદોએ નવા સંસંદમાં પ્રવેશ કર્યો હતો ત્યારે હવે આજરોજ સંસદમાં મહિલા અનામત બિલ પર ચર્ચા શરુ થઈ ચૂકી છે.

 ઉલ્લેખનીય છે કે નવી સંસદમાં મંગળવારે કાર્યવાહી શરૂ થઈ. પીએમ મોદીએ નવી લોકસભા અને રાજ્યસભામાં સાંસદોને સંબોધિત કર્યા. ત્યારે આજરોજ ત્રીજા દિવસે ગૃહની કાર્યવાહી શરૂ થતાં પહેલાં, લોકસભામાં વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે નવા સંસદ ભવનમાં જતાં પહેલાં સંસદસભ્યોને સોંપવામાં આવેલી બંધારણની નવી નકલોમાં પ્રસ્તાવનામાં ‘સમાજવાદી અને ધર્મનિરપેક્ષ’ શબ્દો નથી. વિરોઘ પક્ષ દ્રારા સતત નિશાન સાઘવામાં આવી રહ્યા છે.
આજરોજ લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી આજે મહિલા અનામત બિલ પર કોંગ્રેસ વતી મુખ્ય વક્તા હશે. તે જ સમયે, સરકાર વતી કેન્દ્રીય મંત્રીઓ નિર્મલા સીતારમણ, સ્મૃતિ ઈરાની, ભારતી પવાર અને અપરાજિતા સારંગી પોતાનો પક્ષ રજૂ કરશે.