Site icon Revoi.in

DRDOએ કર્યું અસ્ત્ર મિસાઈલનું ત્રીજી વખત સફળ પરીક્ષણ, લાઈવ હવાઈ ટાર્ગેટ બન્યો નિશાન

Social Share

ડીઆરડીઓના સૂત્રોને ટાંકીને આવેલા મીડિયા અહેવાલ પ્રમાણે, બુધવારે હવામાંથી હવામાં પ્રહાર કરનારી અસ્ત્ર મિસાઈલનું એરફોર્સ અને ડીઆરડીઓ દ્વારા ત્રીજી વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે.

ઓડિશા નજીક એક લાઈવ હવાઈ ટાર્ગેટ પર અસ્ત્ર મિસાઈલના પરીક્ષણ વખતે નિશાન સાધવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે ભારતે સોમવારે આનું પરીક્ષણ કર્યું હતું. આ મિસાઈલ દુશ્મનોના હવાઈ ટાર્ગેટને 70 કિલોમીટરના અંતરથી નષ્ટ કરવા માટે સક્ષમ છે.

સોમવારે આ પરીક્ષણ સુખોઈ–30MKI એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વપૂર્ણ છે કે અસ્ત્ર મિસાઈલની લાક્ષણિકતાઓ દુશ્મનને ખરાબ રીતે ચોંકાવી શકે છે. આ એક બીવીઆર એટલે કે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જવાળી એર ટૂ એર મારક ક્ષમતા ધરાવતી મિસાઈલ છે.

તેની મારક રેન્જ 70 કિલોમીટરની છે. જે દુશ્મન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલને હવામાં જ ધ્વસ્ત કરી શકે છે.

આ મિસાઈલને એક્ટિવ રડાર ટર્મિનલ ગાઈડન્સથી સજ્જ કરવામાં આવી છે અને તેને કોઈપણ હવામાનમાં સરળતાથી વાપરી શકાય છે. અસ્ત્ર સંપૂર્ણપણે એક સ્વદેશી મિસાઈલ છે. તેને ડીઆરડીઓ દ્વારા બનાવવામાં આવી છે.