Site icon Revoi.in

ગુજરાતના આ ચેતક કમાન્ડોને  જીવનરક્ષા એવોર્ડથી સમ્માનિત કરાયા – જાણો કયા કારણસર મળ્યું આ સમ્માન

Social Share

અમદાવાદઃ-હિંમતનગર નજીકના ભોલેશ્વર ગામના રહીશ રાકેશભાઇ બાબુભાઇ જાદવ ચેતક કમાન્ડો તરીકે પોતાની દેશ પ્રત્યેની ફરજ બજાવી રહ્યા છે. હાલસમાં તેમણે જીનવ રક્ષા પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા છે.

હિંમતનગર નજીકના ભોલેશ્વર ગામના રહીશ રાકેશભાઇ બાબુભાઇ જાદવે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલા એક દર્દીને સિવિલના આઠમા માળેની એક બારી પર બેસેલા વ્યક્તિને બચાવ્યા હતા, અડધા ફૂટની પાળી પર દર્દી બેસી ગયો હતો. ચેતક કમાન્ડો રાકેશભાઇ જાદવની નજર પડતા વિટાર્ચા વગર જ તેમણે તરત જ દર્દીને બચાવી લીધો હતો.

આ દર્દીને જાનારાનું કહેવું છએ કે જો કમાન્ડોએ તમનો જીવ બચાવવામાં થોડુ પમ વિલંબ કર્યું હોત તો તે જીવન હારી ચૂક્યો હોત સમય રહેતા કમાન્ડાઓ પોતાના જીવને જોખમમાં મૂકીને દર્દીનો જીવ બચાવ્યો . સમયસુચકતાએ સિવિલમાં સારવાર અર્થે દાખલ થયેલા દર્દીનો જીવ બચી ગયો હતો.

ચેતક કમાન્ડો રાકેશભાઇ જાદવની માનવીય જિંદગી બચાવવાની અમૂલ્ય સેવાના ભાગરૂપે રાષ્ટ્રપતિએ જીવન રક્ષા એવોર્ડ-૨૦૨૦થી સન્માનિત કરવા પસંદગી કરી છે,આ વાતથી સમગ્ર પંથકમાં ખુશીનો મોહાલ જોવા મળ્યાો હતો, ગામના અને આસપાસના વિસ્તારના લોકો તેમને તેમના કાર્ય માટે બિરદાવી રહ્યા છે

સાહિન-