આજકાલ માર્કેટમાં અવનવી ફેશન આવી છએ જો કે કેટલીક પ્રિન્ટ એવી છે કે જેને આપણે એવરગ્રીન કહી શકીે છે જેમાં ચેક્સ હોય લાઈનિંગ હોય કે ફ્લાવર પ્રિન્ટ હોય આ પ્રિન્ટની કુર્તીઓ ટોપ કે ડ્રેસ આજે પણ ચસણમાં જોવા મળે છએ, ફેશન સાથે કપડાની પેટર્ન બદલતી રહે છે જો કે પ્રિન્ટના મામલે આજે પણ આ પ્રિન્ટ એવરગ્રીન કહેવાય છે.
સ્ત્રીઓ પોતાના પરિઘાનને લઈને હંમેશા સજાગ રહે છે તે અવનવી ડિઝાઈનના કપડા પહેરે છે ખાસ કરીને પ્રિન્ટની બાબતે આજે પણ સ્ત્રીઓ ચેક્સ પ્રિન્ટ, કે લાઈનિંગ પ્રિન્ટને પ્રાધાન્ય આપે છે.
જો શર્ટ કે ટોપની વાત કરવામાં આવે તો મોલમાં કે દુકાનોમાં મળતા શર્ટમાં ચેક્સ પ્રિન્ટ સ્ત્રીઓની પહેલી પસંદ હોય છે તો બીજી સરફ જીન્સ પર પહેરવામાં આળતા શઓર્ટ ટોપની વાત કરીએ તો તેમાં લાઈનિંગ પ્રિન્ટનો ક્રેઝ આજે પણ જોવા મળે છે.
જો આપણે કોટનની કુર્તીઓની વાત કરીએ તો આજે પણ જીણા અને મોટા ફ્લાવરની પ્રિન્ટ કોટનના કે શિફોનના ડ્રેસમાં જાણીતી છે,આજકાલ માર્કેટમાં જયપુરી ડિઝાઈનની જે પેર મળી રહી છે જેમાં પણ ફ્લાવર પ્રિન્ટ ફેમસ બની છે.
જો રંગોની વાત કરીએ તો લાઈનિંગ પ્રિન્ટમાં બ્લુ, પિન્ક,રેડ અને ગ્રીન રંગોની ડિમાન્ડ વધી ગઈ છે.વ્હાઈય લાઈનિંગ શર્ટ અને બ્લુ જીન્સનું કોમ્બિનેશન હંમેશા બેસ્ટ હોય છે. ઓફિસવેરમાં લાઈનિંગ પ્રિન્ટની કુર્તી પસંદ કરીને તમારા લૂકને પ્રોફેશનલ બનાવી શકો છો.આ ક્લોથવેર તમારી હાઈટ વધારે દગેખાવામાં મદદગાર બને છે.
આ દરેક પ્રિન્ટમાં અવનવા શર્ટ, કુર્તા, ટોપ, પેન્ટ, સલવાર કમીજ, વન પીસ તેમજ સ્કર્ટજ ફેશનેબલ યુવતીઓની પહેલી પસંદ બન્યા છે, ભાગ્યે જ કોી હશે જેના પાસે આ પ્રિન્ટના કપડા ન હોય.ખાસ કરીને કોલેજ ગર્લ્સ કે જેઓની હાઈટચ ઓછી છે તેમના માટે લાઈનિંગ સદાબહાર પ્રિન્ટ છે અને તે જીન્સ, સ્કર્ટ, ચુડીદાર, અને પેન્ટ્સ સાથે કેરી કરીને પોતાને સ્ટાઈલિશ લૂક આપી શકે છે.લાઈનિંગમાં પણ રબર પ્રિન્ટ ,પ્રિન્ટેડ, સ્ટ્રેપ, રીવર્સીબલ વગેરે જેવી વેરાયટિઓ ઉપલબ્ધ હોય છે