Site icon Revoi.in

આ દેશે આત્મહત્યા કરવાના મશીનને આપી મંજૂરીઃ  પીડા વગર જ એક મિનિટમાં મોતને વ્હાલુ કરી શકાશે

Social Share

વિશ્વમાં ઘણા લોકો આત્મહત્યા કરતા હોઈ છે,કોઈ પોતાના અંગત કારણો સર તો કોઈ પોતાની જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા માટે લોકો ઘણા રસ્તાઓ અપનાવતા હોય છે,પણ જો કોઈ તમને કહે કે હવે તો આત્મહત્યા કરવા માટે મશીન પણ આવી ગયું છે? તો,તો ચોક્કસ તમને નવાઈ લાગશે કે વળી આત્મ હત્યા કરવા માટે કંઈ મશિન હોતુ હશે, પણ હા આ વાત તદ્દન સાચી છે,આ મશિન સ્વિટ્ઝર્લેન્ડમાં બનાવામાં આવ્યું છે.

જો કે બીજી મહત્વની વાત એ છે કે આ આત્મહત્યા કરવાના મશીનને સ્વિટ્ઝર્લેન્ડે મંજૂરી પણ આપી છે, આ મશિન શબ રાખવાની પેટી જેવું દેખાઈ છે. જેમાં માત્ર એક મિનિટની મદદથી જ પીડા વગર મોતને વ્હાલુ કરી શકાય છે.

આ મશીનની બનાવટ કરનાર કંપનીએ આ બાબતે માહિતી આપતા કહ્યું કે મશીનની અંદર ઓક્સિજનનું સ્તર ખૂબ જ ઓછું હોય છે, જેના કારણે હાયપોક્સિયા અને હાઈપોકેપનિયાના કારણે વ્યક્તિનો જીવ સરલતાથી જતો રહે છે અને મોત પામે છે.

આ મશીન એવા દર્દીઓ માટે મદદરૂપ છે જેઓ બીમારીને કારણે બોલી શકતા નથી કે હલનચલન પણ કરી શકતા નથી. યુઝરે આ મશીનને તેની પસંદગીની જગ્યાએ લઈ જવાનું રહેશે.. એવું કહેવામાં આવી રહ્યું છે કે આત્મઘાતી મશીન બનાવવાનો વિચાર

આ નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન એક્ઝિટ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર અને ડોક્ટર ફિલિપ નિત્શેકે આપ્યો છે, જેને ‘ડૉક્ટર ડેથ’ કહેવામાં આવે છે.આ મશીન એવા લોકો માટે ઉપયોગી સાબિત થશે કે જે જીવતા લાશ સમાન બની ગયા છે જે કંઈજ બોલવા ચાલવાની ક્ષમતા ધરાવતા નથી, આ મશિન તેવા દર્દીઓ પાસે લઈ દવામાં આવશે જ્યા તેઓને આ પેટીમાં રાખીને મોતને વ્હાલુ કરી શકે છે. ત્યાર બાદ આ મશીનની ડિગ્રેડેબલ કેપ્સ્યુલને જૂદી પાડવામાં આવશે, જેથી તેનો ઉપયોગ શબપેટી તરીકે થઈ શકે.

ઉલ્લેખનીય છે કે આ દેશમાં આત્મહત્યા કરવી કાનૂની રીતે યોગ્ય ગણવામાં આવે છે.વિતેલા વર્ષ દરમિયાન 1300 લોકોએ આત્મહત્યા કરવા માટે આ સેવાનો ઉપયોગ કર્યો હતો. જો કે વિશ્વભરના ઘણા નિષ્ણાંતો આ બાબતની ટિકા પણ કરતા જોવા મળ્યા છે.