Site icon Revoi.in

કચ્છ જીલ્લાનું શહેરને પણ ટક્કર આપતું ઘનિક ગામ એટલે ‘માધપરા’ ગામ- જ્યાં દરેક ધરમાંથી 2 લોકો વસે છે વિદેશમાં

Social Share

આજ આપણે વાત કરીએ કચ્છ જીલ્લામાં આવેલા માધાપર ગામની જ્યા માત્ર 2 હજારની વસ્તી ધરાવતા આ ગામામાં પોસ્ટ ઓફિસ સહિત કુલ 17 બેંકોમાં 1800 કરોડ રૂપિયાની રોકડ પણ જમા છે.કોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

આ ગામની મુલાકાત દેશ વિદેશના લોકો લેતા હોય છે, ગામ ખાલી કહેવા માચટે દજ ગામ છે બારી સુવિધાોથી સજ્જ છે,ગામના મોટા ભાગના લંડનમાં વસે છે. આ ગામના લોકોએ વિદેશમાં એટલે કે લંડનમાં જ એક ક્લબની રચના કરી છે જેનું કાર્યાલય પણ છે.

ભારતના ગુજરાત રાજ્યના માધાપર ગામના લોકો મોટો ભાગે લંડનમાં વસવાટ કરે છે,અહી લોકો વિદેશમાં પૈસા કમાવા જાય છે અને તેનો સદઉપયોગ પોતાના ગામમાં જ કરે છે,આ ગામના દરેક ઘરમાંથી ઓછામાં ઓછા 2 લોકો વિદેશમાં રહે છે.

આ સાથે જ વર્ષ 1968માં લંડનમાં માધાપર વિલેજ એસોસિએશન નામની એક સંસ્થા બનાવવામાં આવી હતી અને તેની ઓફિસ ખોલવામાં આવી હતી જેથી યુકેમાં રહેતા માધાપર ગામના લોકો કોઈક સામાજિક ઘટનાના બહાને એકબીજાને મળી શકે.

માધાપરનું નામ માધા કાનજી સોલંકી પરથી પડ્યું છે,૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધ દરમિયાન માધાપર ગામની ૩૦૦ મહિલાઓએ હવાઇ પટ્ટીના સમારકામમાં અગત્યનો ભાગ ભજવીને માત્ર ૩ દિવસમાં પુન:નિર્માણ કરી હતી. તેમના સન્માનમાં અહીં વીરાંગના સ્મારક બનાવવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં સ્થિત આ ગામમાં પ્લે સ્કૂલથી ઇન્ટર કોલેજ સુધી હિન્દી અને અંગ્રેજી માધ્યમના અભ્યાસ માટે પૂરતા વિકલ્પો છે. ગામનું પોતાનું એક શોપિંગ મોલ છે, જ્યાં વિશ્વભરની મોટી બ્રાન્ડ્સ પ્રદર્શિત કરે છે.આ સાથે જ આ ગામમાં એક તળાવ છે પરંતુ બાળકો માટે એક સ્વીમિંગ પૂલ પણ છે. આ ગામના લોકો હજી પણ ખેતી કરે છે અને કોઈ ખેડૂત તેનું ખેતર વેચતો નથી. ગામમાં એક અદ્યતન ગૌશાળા પણ છે. જે ગાયો લોકો દાવેદારી વિના છોડે છે તેઓની આ ગૌશાળામાં સંભાળ રાખવામાં આવે છે. એક અદ્યતન સુવિધાઓ સાથેનું આરોગ્ય કેન્દ્ર પણ સ્થિત છે.

કચ્છ જીલ્લાનું આ ગામ તો ગામ છે પરંતુ એક વાર તેની મુલાકાત કરશો તો તમને ખરેખર સમજાશે કે આ ગામ કોઈ શહેરથી કમ નથી અને કેમ કમ હોય પણ અહીના લોકો વિદેશ કમાયણી કરે છે અને કમાણી ગામના વિકાસમાં જ સમાવે પણ છે.

સાહિન-