Site icon Revoi.in

માત્ર 6 રુપિયાની લોટરીની ટિકિટ ખરીદીને આ વ્યક્તિ બન્યો રાતોરાત કરોડોપતિ, ચારેતરફ ચર્ચાનો વિષય

Social Share

 

આજકાલ અચાનક જો કોઈ ગરીબ વ્યક્તિ પૌસાદાર બની જાય તે પણ રાતોરાત તો તે ટારેતરફ સમાચારોનો વિષય બને છે અને તેની ચર્ચા ચારેતરફ થવા લાગે છે તાજેતરમાં એક આવી જ ઘટના સામે આવી છે જેણે તહેલકો મચાવ્યો છે

વાત જાણે ભારતની જ છે  નાગાલેન્ડ રાજ્યની આ ઘટના છે જ્યા લોટરીની ડ્રો 24 જૂને યોજાઈ હતી, જેનું પહેલું ઈનામ ગુરદાસપુર જિલ્લાના ધ્યાનપુર વિસ્તારના રહેવાસી સલવિન્દ્ર કુમારે જીત્યું છે.

આ વિજેતા ટિકિટ પઠાણકોટની સ્ટોકિસ્ટ બિલ્લા લોટરી એજન્સી પાસેથી ખરીદવામાં આવી હતી, જેનો ટિકિટ નંબર 311740 છે.જો કે મહત્વની વાત એ છે કે ટિકિટની કિમંત માત્રને માત્ર 6 રુપિયા હતી તેમ જણાવાઈ રહ્યું છે.

આ લોટરી જીતનાર  કુમારે જણાવ્યું કે તે  વર્ષ 1991થી લોટરીની ટિકિટ ખરીદી રહ્યો છે, વ્યવસાયે ખેડૂત છે તેઓ અને  તેને સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે આ વખતે તેનું નસીબ બદલાશે. તેણે આ ટિકિટ પઠાણકોટના વાલ્મિકી ચોક ખાતે બિલ્લા લોટરી એજન્સીમાંથી ખરીદી હતી. પ્રથમ પુરસ્કાર જીત્યા બાદ તેનો આખો પરિવાર અને સંબંધીઓ ખૂબ જ ખુશ છે.જે વ્યક્તિએ એક એક પાઈ કરીને ભેગી કરી હોય અને અચાનક કરોડોની લોટરી લાગી જાય તો કેવું લાગે તે એહસાસ આ વ્યક્તિને થયો છે.

Exit mobile version