Site icon Revoi.in

55 લાખ રુપિયા ખર્ચીને આ વ્યક્તિએ તેની એક ઈંચ લંબાઈ વધારી – જાણો કંઈ રીતે શક્ય બન્યું

Social Share

કહેવાઈ છે ને કે આ સમયમાં કંઈજ અશક્ય નથી દરેક બાબત શક્ય જ છે…..પણ તમે એમ સાંભળ્યું છે કે, કોઈ ઈન્સાને પોતાની લંબાઈ વધારી …પણ હા આ વાત પણ શક્ય છે, આજકાલ લોકો પોતાના શરીરને વધુ સુંદર બનાવવા માટે અનેક સર્જરીઓ કરાવતા હોય છે, ત્યારે અમેરિકામાં પણ એક વ્યક્તિએ આવી જ કંઈક સર્જરીલકરાવીને પોતાની એક ઈંચ હાઈટ લંબાવી છે.

અમેરિકાના ડલ્લાસનો રહેવાસી અલ્ફોન્સો ફ્લાર્સ છે,તેની ઊંચાઈ 5 ફૂટ 11 ઈંચ હતી અને હવે ઓપરેશન બાદ તેની ઊચાંઈ 6 ફૂટ 1 ઈંચ થઈ ચૂકી છે.એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ફ્લોર્સ હંમેશાથી લાંબો થવા ઈચ્છતો હતો,તેની ઉમંર 28 વર્ષની છે,તે એક મેડિકલનો સ્ટૂડન્ટ છે,તેણે લિંબ લેથનિંગ સર્જરી કરાવીને આ વાતને શ્કય બનાવી છે.

લાસ વેગાસની લિંબપ્લેક્સ ઇન્સ્ટિટ્યૂટમાં હાર્વર્ડ-પ્રશિક્ષિત ઓર્થોપેડિક સર્જન ડો.કેવિન દેબીપ્રસાદ દ્વારા આ સર્જરી કરવામાં આવી હતી. જોકે આ ઓપરેશનમાં ખૂબ લાંબો ખર્ચ આવે છે.ડોક્ટર કેવિન દેવીપ્રસાદના જણઆવ્યા મુજબ, શરીરની લંબાઈ કોસ્મેટિક સર્જરી દ્વારા વધારી શકાય છે, પરંતુ આ પ્રક્રિયા ઘણી ખર્ચાળ છે. ફ્લોર્સએ આ સર્જરી માટચે કુલ 55 લાખ રુપિયાનો ખર્ચ કર્યો છે.

ફ્લોર્સની સર્જરી પહેલા અને પછીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તસવીરોમાં ફ્લોરની વધેલી લંબાઈ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ડોક્ટર દેવીપ્રસાદે કહ્યું કે આ સર્જરીમાં જાંઘ અને પગના નીચેના હાડકાને લાંબું કરીને શક્ય બનાવી શકાય છે.આ પ્રક્રિયામાં લંબાઈ 6 ઇંચ સુધી વધારી શકાય છે.

આ લંબાઈ વધારવાની બાબતે ફ્લોર્સએ કહ્યું, ‘હું જાણું છું કે 5’11 સારી ઊંચાઇ છે અને ઘણા લોકોને આટલું ઊંચું હોવું ગમે છે પરંતુ હું તેનાથી વધુ લંબાઈ ઈચ્છતો હતો, હું બને તેટલી પોતાની એથલેટિક ક્ષમતા વધારવા માંગતો હતો.

સાહિન-