Site icon Revoi.in

દુલ્હનની ખૂબસૂરતી પર ચાર ચાંદ લગાવી દેશે આ હેરસ્ટાઇલ

Social Share

પોતાના લગ્નને ખાસ બનાવવા દુલ્હન શું નથી કરતી ? કપડા, આભૂષણો સિવાય એક બીજી વસ્તુ એવી છે જે દુલ્હનની સુંદરતામાં વધારો કરી શકે છે અને તેને બગાડી પણ શકે છે.અમે વાત કરી રહ્યા છીએ હેરસ્ટાઈલની જે દેખાવને અલગ બનાવે છે. આજે અમે દુલ્હન માટે કેટલીક આકર્ષક હેરસ્ટાઈલ લઈને આવ્યા છીએ, જે આ સિઝન માટે યોગ્ય છે.બ્રાઇડ્સ આવા હેરસ્ટાઇલ સાથે ખૂબ આરામદાયક રહેશે.

ક્લાસિક બન લૂક

ક્લાસિક બન લુકને લહેંગા સાથે ટ્રાય કરી શકાય છે. આમાં કપાળની પટ્ટી, કાનની બુટ્ટી અને નથ પણ સંપૂર્ણ રીતે પ્રકાશિત થાય છે.

ફ્લકી ચોટી

જો તમારા વાળ જાડા અને લાંબા છે, તો તમે સુંદર ફ્લકી ચોટી બનાવી શકો છો

મોંગરા હેરસ્ટાઇલ

મોંગરા હેરસ્ટાઇલ દુલ્હન માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે એક રીતે તે પરંપરાગત દેખાવ આપે છે, બીજું તેની સુગંધ તમને હંમેશા તાજગીનો અનુભવ કરાવે છે.