Site icon Revoi.in

અનુપમાની આ એક્ટ્રેસે અચાનક જ છોડ્યો શો

Social Share

મુંબઈ:અનુપમા શો આ સમયે દર્શકોનો પ્રિય શો છે.આ શોના તમામ કલાકારો એકબીજા સાથે હળીમળીને જોવા મળે છે. પરંતુ હવે અહેવાલ છે કે,આ શોની એક અભિનેત્રીએ અચાનક ‘અનુપમા’ શો છોડી દીધો છે અને આધ્યાત્મિકતા તરફ વળી ગઈ છે.

આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ શો માં સમરની ગર્લ ફ્રેન્ડનું પાત્ર ભજવતી અભિનેત્રી Anagha Bhosale છે, આ સમાચાર સામે આવ્યા બાદ Anagha ના ચાહકો ખૂબ જ નિરાશ છે. ચાહકો પૂછી રહ્યા છે કે, Anagha એ અચાનક શો કેમ છોડી દીધો? તેની પાછળનું કારણ હવે અભિનેત્રીએ પોતે જણાવ્યું છે.

અભિનેત્રીએ માત્ર શો જ નહીં પરંતુ એક્ટિંગ પણ છોડી દીધી છે. અનુપમા અભિનેત્રી Anagha Bhosale એ જાહેરાત કરી છે કે,તે માત્ર શોને જ નહીં પણ અભિનયને પણ અલવિદા કહી રહી છે Anagha ના કહેવા પ્રમાણે, તે તેના જીવનમાં શાંતિ ઈચ્છે છે.આવી સ્થિતિમાં, તે આ ભાગદોડભર્યા જીવનથી કંટાળી ગઈ છે અને આધ્યાત્મિકતાના ધૂન પર નીકળી પડી છે.