સામાન્ય રીતે આપણે 2 કે 3 નદીઓનું સંગહમ થતા જોયું હશે અથવા તો સાંભ્ળુ પણ હશે પણ આજે એક એવા સ્થળની વાત કરવા જઈ રહ્યા છીએ કે જ્યા એક નહી બે નહી ત્રણ નહી પરંતુ પાંચ પાંચ નદીઓનું સંગમ જોવા મળે છે.આ સહીત અહીં. દર વર્ષે લાખો ભક્તો આ સ્થળે સ્નાન કરવા ઉમટી પડે છે. આવો જાણીએ ભારતમાં આ અનોખી જગ્યા ક્યાં છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભારતનું આ અનોખું સ્થળ યુપીના ઈટાવા અને જાલૌનની બોર્ડર પાસે આવેલું છે. આ સ્થળ ‘પંચનાદ’ તરીકે ઓળખાય છે. 5 નદીઓના સંગમને કારણે તેનું આ નામ પડ્યું છે.
આ સ્થળ વિશે અનેક પ્રકારની વાર્તાઓ પ્રચલિત છે. કહેવાય છે કે મહાભારત કાળમાં પાંડવો ‘પંચનાદ’ પાસે રોકાયા હતા અને ભીમે ત્યાં બકાસુરનો વધ કર્યો હતો. બીજી વાર્તા છે કે તુલસીદાસજીએ મહર્ષિ મુચકુંદની પરીક્ષા લેવા પંચનાદની પદયાત્રા શરૂ કરી હતી. ત્યાં પહોંચ્યા પછી તુલસીદાસજીએ પાણી આપવા વિનંતી કરી, જેના પર મહર્ષિ મુચકુંદે પોતાના કમંડળમાંથી પાણી છોડ્યું. કહેવાય છે કે કમંડળમાંથી પડતું પાણી ક્યારેય સમાપ્ત થતું નથી.
આ સહીત સ્થાનિક લોકોના મતે, આ તેમને કુદરત તરફથી મળેલી એક અનોખી અને વિશાળ ભેટ છે. વિશ્વમાં આ એકમાત્ર જગ્યા છે જ્યાં 5 નદીઓનો સંગમ જોવા મળે છે.આ સ્થળે ચંબલ, કુંવરી, સિંધ, યમુના અને પહજ નદીઓ મળે છે.
આ સાથે જ ઘણા લોકો ‘પંચનાદ’ને મહાતીર્થરાજના નામથી બોલાવે છે. આ સંગમમાં દર વર્ષે કરોડો ભક્તો સ્નાન કરવા આવે છે. સાંજે, જ્યારે ત્યાં રંગબેરંગી લાઇટો પ્રગટાવવામાં આવે છે, ત્યારે નદીઓની સુંદરતા સર્જાય છે.