Site icon Revoi.in

ભારતીય રેલ્વેની આ છે એક એવી ટ્રેન જેમાં તમારી યાત્રા બનશે રોયલ યાત્રા – જાણો ટ્રેનની વૈભવ સુવિધાઓ વિશે

Social Share

ઘણા લોકોને ટ્રેનની મુસાફરી ગમતી હોય છે, ટ્રેન માટે કહેવાય છે કે સસ્તા ભાડે લાંબી યાત્રા કરી શકાય છે પરંતુ કેટલીક ટ્રેન એવી વૈભવ હોય છે કે જેનું ભાડૂ ફ્લાઈટ કરતા બમણુ હોય છે અને તેની સુવિધાઓ ફ્લાઈટ આગળ કરંઈજ ન કહી શકાય તેવી હોય છે આજે એક એવી જ મહારાજા એક્સપ્રેસ ટ્રેન વિશે વાત કરીશું.

ટ્રેનની અંદર વર્લ્ડ ક્લાસ લક્ઝરી સુવિધાઓ વિશે જણાવવામાં આવી રહ્યું છે. આ   મહારાજા એક્સપ્રેસ ટ્રેનના કોચ સૌથી મોંઘા છે જેની ટિકિટની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો. મહારાજા નામની જેમ જ આ ટ્રેનમાં પણ એવી જ સુવિધાઓ આપવામાં આવી રહી છે.

મહારાજા એક્સપ્રેસ,,,, જેની ટિકિટ છે 18 લાખ રુપિયા . જી હા આ ટ્રેનની શરુઆત વર્ષ 2010મા યાત્રીઓને ભવ્ય રાજઠાઠથી ભારત દર્શન કરાવાના હેતુંથી કરવામાં આવી હતી. આ ટ્રેનની યાત્રાને વિશ્વની સૌથી મોંધી યાત્રા અને સૌથી ઉત્તમ રાજાશાહી યાત્રા માનવામાં આવે છે ,  છે, આ ટ્રેન એકથી વધુ વખત વર્લ્ડ ટ્રાવેલનો એવોર્ડ પણ મેળવી ચૂકી છે.

આ ટ્રેનમાં કુલ 23 કોચ આપવામાં આવ્યા છે, છત્તા પણ માત્ર 88 જ યાત્રીઓ મુસાફરી કરી શકે છે, યાત્રીઓની સંખ્યા મર્યાદીત રાખવાનું એક કારણ એ છે કે,ઓછા યાત્રીઓ હોવાથી તેઓને સંપુર્ણ રાજાશાહી સુવિધા પ્રાપ્ત કરાવી શકાય , આ ટ્રેનના રૂટની જો વાત કરીએ તો, આ શાહી ટ્રેન મુસાફરોને દિલ્હી, આગ્રા, બિકાનેર, ફતેહપુર સિકરી, ઓરછા, ખજુરાહો, જયપુર, જોધપુર, ઉદયપુર, રણથમ્ભોર, વારાણસી અને મુંબઇ માટે મુસાફરો પૂરા પાડે છે. મુસાફરી દરમિયાન મુસાફરોને રોકાવવાની વ્યવસ્થા પણ ફાઈવ સ્ટાર હોટલોમાં કરવામાં આવે છે જેમાં મુંબઈની તાજમહલ પેલેસ હોટલ, રાજસ્થાનનો સિટી પેલેસ, રામબાગ પેલેસ હોટલનો સમાવેશ થાય છે.

આ ટ્રેન અંદરથી બિલકુલ રાજદરબાર જેવો ઠાઠ ધરાવે છે,ગોલ્ડન કલરના ટ્રેનના કોચ સોનાની ટ્રેનમાં બેસ્યાની અનુભુતિ કરાવે છે ,આ ટ્રેન અંદરથી એક શાહી હોટલ જેવી લાગે છે, આ ટ્રેનમાં ઓનબોર્ડ રેસ્ટોરન્ટ, ડીલક્સ કેબિન, જુનિયર સૂઈટ અને લોન્ચ બાર જેવી ઘણી લક્ઝરી સુવિધાઓ આપવામાં આવી છે. મહારાજા એક્સપ્રેસમાં મુસાફરો ભારત દર્શન કરવા માટેના હેતુંથી ખાસ આવે છે.

હારાજા એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ભારતીય રેલવે પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ટ્રેન દેશના ચાર અલગ-અલગ રૂટ પર ચલાવવામાં આવે છે. તમે તેમાં મુસાફરી કરવા માટે કોઈ પણ ચારમાંથી એક માર્ગ પસંદ કરી શકો છો. આ યાત્રા 7 દિવસની હોય છે જેમાં આ લક્ઝરી ટ્રેનનો આનંદ માણી શકો છો