Site icon Revoi.in

દિવાળી પર માટીના જૂના જ દિવાઓનો આ રીતે કરો ઉપયોગ, કલર અને આ વસ્તુઓથી દિવડાઓ બનશે આકર્ષક અને નવા

Social Share

 

દિવાળીના તહેવારમાં ઘરની સજાવટને લઈને દરેક ગૃહિણીઓ અવનવી આઈડિયાઝ અપનાવતી હોય છે, ત્યારે આજે વાત કરીશું દિવાળીમાં પ્રગટાવવામાં આવતા માચીના દિવડાની, કે જેના સાદા લૂકને તમે ઘરમાં રહેલી વસ્તુઓથી ક્રિએટીવ બનાવી શકો છો, આ સાથે જ દિવડાઓને સજાવતા વકતે તેની સજાવટમાં ચાર ચાંદ પણ લાગશે, અને હાથથી કરેલી હસ્તકલાના ડેકોરેશનની મજા જ કંઈક અલગ હોય છે.

આ માટે તમારે માટીના પ્લેન દિવડાઓની બહારની સાઈડ પર જૂદી જૂદી વસ્તુઓથી કલાકારી કરવાની હોય છે જે તમારી દિવાળીને વધુ ઇજ્જવળ અને રંગની પ્રાશવાળી બનાવશે,

હરદળ

હળદર પીળા રંગ માટે હળદર શ્રેષ્ઠ વિકલ્પ છે. તમે હળદરને પાણીમાં ઓગાળીને તમામ દિવાઓ આ પાણીમાં  પલાળી શકો છો અથવા તમે હળદરની પેસ્ટ પણ બનાવી તેના પર ય્પ્લાય કરી શકો છોઆ સાથે જ હરદળની પેસ્ટની વડે પાતળી લાકડી અથવા મેચની લાકડી વડે ડિઝાઇન બનાવી શકો છો.

ચોખા

ચોખાને પીસીને તમે તેની પેસ્ટનો ઉપયોગ દીવાને રંગ આપવા માટે પણ કરી શકો છો. તમે ગમ સાથે ચોખાના દાણા ચોંટાડીને પણ દીવા પર ડિઝાઇન બનાવી શકો છો.

ગલાબની પાંખડીઓ

ગુલાબની પાંખડીઓથી પણ સરસ રીતે દિવાઓ સજાવી શકાય છે. આ માટે તમે સૂકા પાંદડાને ગુંદરની મદદથી ચોંટાડી શકો છો.

કુમકુ કે સિંદૂર

કુમકુમનો ઉપયોગ લાલ રંગ તરીકે કરી શકાય છે. રોલીમાં થોડું પાણી ઉમેરીને પેસ્ટ બનાવો અને પછી દીવા પર તમારી પસંદગીની કોઈપણ ડિઝાઇન બનાવો.

Exit mobile version