Site icon Revoi.in

ભારતના સૌથી ઠંડા 10 પ્રદેશ કે જ્યાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચે છે

Social Share

દિલ્હીઃ ઉત્તર ભારત સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. ત્યારે કારગીલ અને લદ્દાખ સહિતના વિસ્તારોમાં શિયાળામાં ઠંડીનો પારો માઈનસ સુધી પહોંચી જાય છે. જેથી અહીં વસવાટ કરતા લોકોને શિયાળામાં હાર્ડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડે છે. જો કે, મનાઈ, સોનબર્ગ સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો માઈનસમાં પહોંચવા છતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે.

ઉત્તર ભારતમાં શ્રીનગર-લેહ હાઈવે ઉપર 3325 મીટર ઊંચાઈએ સ્થિત કારગીલ ભારત પાકિસ્તાન બોર્ડરનો વિસ્તાર છે. ઠંડીનાં સમયમાં અહીં લઘુત્તમ તાપમાનનો પારો માઈનસ 20 ડીગ્રીથી નીચે પહોચી જાય છે. આવી જ રીતે હિમાલયની પર્વતમાળા વચ્ચે લદ્દાખમાં પણ ઠંડીમાં પારો માઈનસ ૨ ડીગ્રી સુધી આવી જાય છે. સિક્કિમનાં ઉતારીભાગમાં સ્થિત લાચુન અને થાગું ઘાટી એક આકર્ષક પ્રવાસીઓ માટેનો પોઈન્ટ માનવામાં આવે છે. જે લગભગ ૨૫૦૦ મીટરની ઊંચાઈ આવેલી છે. જાન્યુઆરીમાં અહીંનું લઘુત્તમ તાપમાન માઈનસ 10 થી 12 ડીગ્રી પહોંચે છે.

અરુણાચલ પ્રદેશમાં તવાંગ પણ દેશની સૌથી ઠંડી જગ્યામાંનું એક છે. સ્નો ફોલ અને હિમસ્ખલન માટે જાણીતા તવંગામાં શિયાળામાં કડકડતી ઠંડી પડે છે. લગભગ 5753 મીટરની ઊંચાઈ પર સ્થિત સિયાચિન ગ્લેશિયરનું તાપમાન માઈનસ 50 ડીગ્રી સુધી પહોચી જાય છે. ધરતીનું સ્વર્ગ અને આઈસબોક્સ ઓફ ઈન્ડિયાનાં નામથી ઓળખાતા સેલા પાસ શિયાળામાં લઘુત્તમ તાપમાન માઈનસ 15 ડિગ્રી સુધી પહોંચે છે. આવી જ રીતે હિમાચલ પ્રદેશમાં બાઈક રાઈડર્સની મનપસંદ જગ્યા એટલે કીલોંગ લેહમેન રોડ વિસ્તારમાં તાપમાન માઈનસ 2 ડીગ્રી સુધીનું રહે છે. પહાડો અને બર્ફીલી ઝીલના કારણે પ્રવાસીઓના મનપસંદ એવા સોનમર્ગમાં શિયાળામાં લઘુત્તમ તાપમાન માઈનસ 6 ડીગ્રી જેટલું રહે છે. જ્યારે મુસિયારીમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન શિયાળામાં રહે છે. આ ઉપરાંત મનાલીમાં શિયાળામાં લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચે છે.