Site icon Revoi.in

આ છે ધરતી પરનું સૌથી વધુ સમયથી જીવિત રહેનાર જીવ,ઉંમર જાણીને જ રહી જશો દંગ

Social Share

આ ધરતી પર ઘણા એવા પ્રાણીઓ છે જે ઉંમરને લઈને દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. જો લાંબુ જીવવાની વાત હોય, તો કાચબો અન્ય પ્રાણીઓને પછાડે છે કારણ કે તે પૃથ્વી પર એક એવું પ્રાણી છે જે ખૂબ લાંબુ જીવે છે. પરંતુ શું તમે દુનિયાના સૌથી ધરડા કાચબાને જાણો છો?

અમે વાત કરી રહ્યા છીએ જોનાથનની,તેનું નામ વિશ્વના સૌથી વૃદ્ધ પ્રાણી તરીકે નોંધવામાં આવ્યું છે.તે કેટલું જૂનું છે તે અંગે વૈજ્ઞાનિકો પણ મૂંઝવણમાં છે.દક્ષિણ એટલાન્ટિક મહાસાગરમાં સેન્ટ હેલેના આઇલેન્ડમાં રહેતો જોનાથન તેની ઉંમરના કારણે ચર્ચામાં છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જોનાથનનો જન્મ 1832માં થયો હતો, તેથી વર્ષ 2022માં તે 190 વર્ષનો થઈ ગયો હશે. તે ઓછામાં ઓછો 190 વર્ષ જુનો હોવાનું માનવામાં આવે છે.જોનાથનને 1882માં સેન્ટ હેલેના લાવવામાં આવ્યો ત્યારે તે 50 વર્ષનો હતો.કાચબાનું તાજેતરનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું શીર્ષક સત્તાવાર રીતે “સૌથી જૂનું ચેલોનિયન” છે, જેમાં તમામ turtule, terrapins અને tortoise નો સમાવેશ થાય છે.

જોનાથન નામનો આ કાચબો એટલાન્ટિક મહાસાગરમાં બ્રિટિશ વિદેશી પ્રદેશ સેન્ટ હેલેના પર રહે છે. જોનાથનને સૂર્યસ્નાન કરવું ગમે છે. પરંતુ ગરમીના દિવસોમાં તે છાયામાં રહે છે. કોબી, કાકડી, ગાજર, સફરજન, કેળા, લેટીસ અને અન્ય સિઝનના ફળો તેમના ફેવરિટ છે. જોકે, વૃદ્ધાવસ્થાના કારણે જોનાથનને ઓછુ દેખાઈ રહ્યું છે. સૂંઘવાની ક્ષમતા પણ જતી રહે છે. પરંતુ તે સારી રીતે સાંભળી શકે છે.તેની તબિયત પ્રમાણે જોનાથન લાંબુ જીવન જીવશે.