Site icon Revoi.in

આ છે વિશ્વનો વૈભવી ટાપુ, અહી એક ઘરની કિમંત જાણીતે તમને લાગશે નવાઈ

Social Share

આપણે એક એવા ટાપુ વિશે વાત કરવા જઈ રહ્યા છે જ્યાં માત્ર ઘનિકોની સંખ્યા વસતી છે.નાઈજીરિયામાં એક અનોખો ટાપુ છે જે આજકાલ ખૂબ ચર્ચામાં છે. તેનું નામ બનાના આઇલેન્ડ છે.આ ટાપુ ખૂબ જ એકાંતમાં આવ્યો છે જે તેને ખાસ બનાવે છે. શ્રીમંત લોકો અહીં ઘરો ખરીદે છે કારણ કે તેઓ શાંતિથી અને નાઇજીરીયાના સૌથી ગીચ શહેર લાગોસથી દૂર રહેવા માંગે છે. ટાપુ પર સુરક્ષાની સાથે સાથે ગોપનીયતા પણ છે.આ ટાપુ પર ઘરો ઉપરાંત દુકાનો અને શોરૂમ પણ ખૂબ મોંઘા છે જે માત્ર અબજોપતિઓને જ પોસાય છે.

નાઈજીરીયામાં આવેલો આ આઈલેન્ડ એક આલીશાન મહેલ જેવો છે. આ ટાપુ પર રહેતા તમામ લોકો અબજોપતિ છે જેઓ વૈભવી જીવન જીવે છે. ઘણા અબજોપતિઓએ મળીને નાઈજીરીયામાં આ ટાપુ બનાવ્યો છે. આ ટાપુ પર એકથી વધુ આલીશાન ઈમારતો છે. નાઈજીરિયાના અગોસમાં બનેલા આ આઈલેન્ડનો આકાર કેળા જેવો છે, જેના કારણે તેનું નામ બનાના આઈલેન્ડ રાખવામાં આવ્યું છે. આ ટાપુ પર સામાન્ય માણસ ઘર ખરીદવાનું વિચારી પણ શકતો નથી.

પેરિસ, ન્યૂયોર્ક અને ટોક્યો જેવા શહેરોને ટક્કર આપવા માટે અબજોપતિઓએ નાઈજીરિયામાં એક કૃત્રિમ ટાપુ બનાવ્યો છે. અહીં ચારેબાજુ માત્ર ઝગમગાટ જ દેખાય છે. આ ખાસ ટાપુ પર માત્ર અબજોપતિઓ જ રહે છે.બનાના આઇલેન્ડ તરીકે ઓળખાતા આ ટાપુ પરની જમીન અને મકાનોની કિંમત કરોડોમાં છે. એક મીડિયા રિપોર્ટપ્રમાણે , આ ટાપુ વર્ષ 2003માં તૈયાર થયો હતો, જે 402 એકરમાં ફેલાયેલો છે. આ ટાપુ રેતીના આધાર પર બનાવવામાં આવ્યો છે.

Exit mobile version