Site icon Revoi.in

આ છે દુનિયાનું સૌથી અનોખું પક્ષી,જે માત્ર વરસાદના પાણીથી જ પોતાની તરસ છીપાવે છે

Social Share

પૃથ્વી પરના તમામ જીવોને જીવવા માટે ખોરાક અને પાણી બંનેની જરૂર હોય છે, તેમના વિના કોઈનું પણ જીવવું અશક્ય છે.ભલે કેટલાક જીવો ઓછા પ્રમાણમાં પાણી પીને જીવતા રહે છે, પરંતુ દરેકને પાણીની જરૂર હોય છે.પરંતુ શું તમે જાણો છો કે,દુનિયામાં એક એવું પક્ષી છે, જે માત્ર વરસાદનું પાણી પીને જીવિત રહે છે.જી હા, એક એવું અનોખું પક્ષી છે જેની તરસ ઝીલ, નદી કે તળાવના પાણીથી છીપતી નથી, પરંતુ વરસાદના પ્રથમ ટીપાથી તેની તરસ છીપાય છે.

અમે વાત કરી રહ્યા છીએ ચાતક પક્ષીની, આ પક્ષી કોઈ ઝીલ, તળાવ કે નદીનું પાણી પીતું નથી. જ્યારે વરસાદ પડે છે ત્યારે જ આ પક્ષી તેની તરસ છીપાવે છે. એવું કહેવાય છે કે,આ પક્ષી તરસથી મરી જશે પરંતુ વરસાદ સિવાય અન્ય કોઈ સોર્સનું પાણી પીશે નહીં.

આ પક્ષી વિશે એવું કહેવાય છે કે,આ બાબતમાં તે તદ્દન સ્વાભિમાની છે.તે અન્ય કોઈપણ રીતે પાણી લેતું નથી.ચાતકને મારવાડીમાં મઘવા અને પપિયા પણ કહેવામાં આવે છે.આ પક્ષી પોતાનો માળો બનાવતું નથી કે તેના બચ્ચાઓને ઉછેરતું નથી, જેના કારણે તેને પરોપજીવી શ્રેણીમાં રાખવામાં આવે છે.

આ પક્ષીનો ઉપરનો ભાગ ચળકતો કાળો હોય છે, નીચેનો ભાગ સફેદ હોય છે, પૂંછડીના પીછા સફેદ હોય છે, આંખની કીકી કથ્થઈ અથવા લાલ કથ્થઈ હોય છે, ચાંચ કાળી હોય છે અને પગ અને પંજા ઘાટા રંગના હોય છે.ભારતીય પૌરાણિક કથાઓમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે,આ પક્ષી આકાશમાંથી પડતા વરસાદના પ્રથમ ટીપાને તેની ચાંચમાં સીધું લે છે.

ઉત્તરાખંડના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, તે માત્ર આકાશ તરફ જોતું રહે છે. તે તરસથી મરી જશે પણ બીજી કોઈ રીતે પાણી નહીં લે. વરસાદમાં પણ આ પક્ષી સ્વાતિ નક્ષત્રમાં જે પાણી વરસે છે તે જ પાણી પીવે છે. નોંધનીય છે કે ચાતકની આ વિશેષતાઓ તેને અન્ય પક્ષીઓથી વિશેષ બનાવે છે.

Exit mobile version