Site icon Revoi.in

આ છે દુનિયાનું સૌથી અનોખું ગામ,જ્યાં દરરોજ લોકો પોતાની તરસ છીપાવવા માટે મોત સામે લડે છે

Social Share

દુનિયામાં એવા ઘણા ગામો છે જે આખી દુનિયામાં પોતાની અજીબોગરીબ ગુણવત્તા માટે જાણીતા છે.આ ગામડાઓમાં હાલની સુવિધાઓની વાત કરીએ તો ઘણી વાર એવું લાગે છે કે,કાશ આપણું રહેઠાણ અહિયાં જ હોત તો દુનિયામાં એવા કેટલાય ગામો છે જ્યાં લોકોને પોતાનો જીવ બચાવવા માટે દરરોજ મોત સાથે લડવું પડે છે.ત્યારે આજે અમે તમને એવા જ એક ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.જ્યાં લોકો પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝંખે છે.આ ગામ બીજે ક્યાંય નહીં પણ રાજસ્થાનમાં જ આવેલું છે.

અમે વાત કરી રહ્યા છીએ ચંબલ ખીણના રાજઘાટ ગામની, જ્યાં લોકો પાણીના એક ટીપા માટે તરસે છે.હકીકતમાં, આ ગામમાં એક જ નદી છે જ્યાં ખતરનાક મગર રહે છે.અહીંના લોકો પાસે પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી.દરરોજ પાણી લાવતી વખતે કોઈને કોઈ ગ્રામજનોના મોતની ઘટના સામે આવે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ખતરનાક મગરોએ ઘણા લોકોને મારી નાખ્યા છે. આ નદીમાં સેંકડો મગરો રહે છે.

મહિલાઓ અને બાળકો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી ભય વચ્ચે પાણી લાવવાની ફરજ પડી રહી છે.પોતાની નજર સામે પોતાના પ્રિયજનોને શિકાર બનતા જોયા છતાં બીજા દિવસે ફરી મહિલાઓ બાળકો સાથે આ નદી પર આવે છે. શું કરીએ, અહીં આવે ત્યારે મગર મારી નાખે છે અને જો પાણી ન મળે તો ભૂખ-તરસથી મરી જાય છે.

એવામાં જ્યારે ગામના લોકો નદી પર પાણી ભરવા આવે છે ત્યારે ગામના યુવાનો ચોકી કરે છે, મગર દેખાતાની સાથે જ તેને લાકડીઓ અને કુહાડીઓથી માર મારીને દૂર કરવાની યુવાનોની ફરજ છે.સૌથી નવાઈની વાત એ છે કે,ધોલપુરનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.તેમ છતાં પ્રશાસનને અહીંની પ્રજાની પડી નથી.