- ઉત્તરભારતનું આ સ્થળ એટલું સુંદર છે કે,
- ત્યાં પ્રવાસીઓનો મેળો ભરાતો હોય તેમ લાગે છે
- જાણો તેના વિશે
ભારતમાં હજારોની સંખ્યામાં ફરવા લાયક સ્થળો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આ બધા સ્થળો પર ફરવા જતા હોય છે ત્યારે જો વાત કરવામાં આવે ઉત્તરભારતના આ સ્થળની કે જેનું નામ છે મસૂરી – તો આ સ્થળના મોટી સંખ્યામાં લોકો ચાહક છે અને તેનું કારણ છે તે સ્થળની સુંદરતા. આ સ્થળ હિમાલયની તળેટીમાં આવેલું છે અને આને ગિરિ મથકોની રાણી કહે છે. આની પાસેના શહેર લાંદોરમાં સૈનિક છાવણી છે તે સિવાય આની બાજુમં બારલોગંજ અને ઝારીપની જેવા શહેર આવેલાં છે.
આ ઉપરાંત જો મસૂરીની વાત કરવામાં આવે તો સમુદ્ર સપાટીથી 1880 મીટરની ઊંચાઈએ આવેલી અને લીલી વનરાજી ઘેરાયેલ આ ટેકરીઓ એક આદર્શ ગિરિમથક બનાવે છે. આની ઈશાન તરફ હિમાચ્ચાદિત પર્વતો અને દક્ષિણ તરફ દેખાતી દેહરાદૂનનો ખીણ પ્રદેશ આવેલો છે. આથી અહીંના સહેલાણીઓને પરીકથા સમ ભૂમિનો અનુભવ થાય છે. અહીંનું સૌથી ઊંચુ સ્થળ લાલ ટિબ્બા ૨૨૯૦મી ની ઊંચાઈએ આવેલું છે.
મસૂરીથી લગભગ 6 કિમી દૂર, લંઢૌર એક એવું સ્થળ છે જે લોકોને પ્રાચીન આકર્ષણોથી મંત્રમુગ્ધ કરી દે છે. આ એક આકર્ષક હિલ સ્ટેશન છે. અહીં વિતાવેલી પળો તમને આનંદનો અનુભવ આપે છે.અહીં તમે કેમ્પ્ટી ફોલ્સ, ધનોલ્ટી, સુરકંડા દેવી અથવા ચંબા વગેરેની મુલાકાત લઈ શકો છો.
ધર્મકોટ એક નાનું સુંદર હિલ સ્ટેશન છે. આ સ્થળ મૈક્લોડગંજની ઉપરની ટેકરીની ટોચ પર આવેલું છે. જે ભીડથી દુર શાંતિનો અહેસાસ આપે છે. જો તમને સુંદર વાતાવરણ વચ્ચે શાંતિપૂર્ણ પળો પસાર કરવા માંગો છો તો અહીંની એક મુલાકાત ચોક્કસ લેવી જોઇએ.

