Site icon Revoi.in

ભારતની આ જગ્યાને માનવામાં આવે છે પાતાલ લોક,આ વિસ્તાર સાથે જોડાયેલા આવા અનેક તથ્યો છે, જે જાણીને તમને નવાઈ લાગશે !

Social Share

તમે સ્વર્ગ લોક, નરક લોક અને પાતાલ લોક વિશેની ઘણી વાર્તાઓ સાંભળી હશે, પરંતુ વાસ્તવમાં જો તમારે તેને જોવી હોય તો તમારે મધ્યપ્રદેશ જવું પડશે.મધ્ય પ્રદેશના છિંદવાડાથી લગભગ 78 કિમી દૂર પાતાલકોટ નામની જગ્યા છે, જેને લોકો પાતાલ લોક કહે છે.આ સ્થળ જમીનથી 3000 કિમી નીચે આવેલું છે.પાતાલકોટમાં 12 ગામો છે, જે સાતપુરાની પહાડીઓમાં આવેલા છે.અહીં ગોંડ અને ભારિયા જાતિના લોકો રહે છે.આ ગામોમાંથી 3 ગામ એવા છે,જ્યાં ક્યારેય સૂર્યપ્રકાશ પહોંચતો નથી.જેના કારણે હંમેશા સાંજ જેવો નજારો જોવા મળે છે. જો તમે આ જગ્યા પર જાઓ છો તો તમને આવી બધી રસપ્રદ માહિતી મળી શકે છે.અહીં જાણો કેટલીક ખાસ વાતો.

પાતાલકોટનો આ વિસ્તાર ઓષધિઓનો ખજાનો ગણાય છે.અહીં દરેક ગામ ત્રણથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે.તમે આ વિસ્તારમાં જશો તો તમને દરેક જગ્યાએ પાંદડા, અનેક પ્રકારની ઔષધીય વનસ્પતિઓ,વન્ય છોડ અને જીવજંતુ જોવા મળશે.

એવું કહેવાય છે કે,પાતાલકોટમાં રહેતા લોકો પોતાના માટે ખાવા=પીવાની વસ્તુઓ નજીકમાં જ ઉગાડી લે છે.આ લોકો માટે પાણીનું એકમાત્ર સાધન દુધી નદી છે.તેઓ બહારથી માત્ર મીંઠાની જ ખરીદી કરે છે. બપોર પછી આ આખો વિસ્તાર એટલો અંધકારમય બની જાય છે કે સૂર્યનો પ્રબળ પ્રકાશ પણ આ ખીણની ઊંડાઈ સુધી પહોંચતો નથી.

થોડા સમય પહેલા પાતાલકોટના કેટલાક ગામોને રોડ દ્વારા જોડવાનું કામ પૂર્ણ થયું છે.જો તમે પણ અહીં ફરવા ઈચ્છો છો, તો તમે જબલપુર અથવા ભોપાલ એરપોર્ટ પર ઉતરીને પાતાલકોટ પહોંચી શકો છો. ટ્રેનમાં જનારાઓએ અહીં પહોંચવા માટે છિંદવાડા રેલવે સ્ટેશન પર ઉતરવું પડશે.પછી તમે અહીંથી ટેક્સી ભાડે કરીને પાતાલકોટ પહોંચી શકો છો.પાતાલકોટ જવા માટે ચોમાસું શ્રેષ્ઠ સમય છે.જો તમે ખીણની અંદર ફરવા માંગો છો, તો ઓક્ટોબરથી ફેબ્રુઆરી શ્રેષ્ઠ સમય છે.

Exit mobile version