અમુક સમય બાદ ફેશન બદલાતી હોય છે. પરંતુ આપણા કપડા અને હાલ-ભાવથી ખિસ્સામાં રહેતા નાણા ઉપર નિર્ભર કરે છે. તેમજ સામેની વ્યક્તિના કપડા ઉપરથી તેના વિશે અંદાજ લગાવવામાં આવે છે. જો કે, મહિલાઓના કપડા સહિતની અન્ય વસ્તુઓ એવી છે જે આઉટડેટ થતી નથી.
- કુર્તી-જીન્સ
કુર્તી-જીન્સ આજકાલની મહિલાઓની પ્રથમ પસંદ બની ચુકી છે. જીન્સ સાથે કોઈ પણ કલરની કુર્તી પહેરી શકાય છે. તેમજ આ કપડાં યુવતીઓને સંદર પણ લાગે છે.
- લોંગ સ્કર્ટ
આજકાલ યુવતીઓની આ પ્રથમ પસંદગી બની ગયો છે. યુવતીઓ પહેલા લોંગ સ્કર્ટ પહેરવાનું પસંદ કે છે. આ કપડાને માત્ર લાંબી યુવતીઓ નહીં પરંતુ કોઈ પણ મહિલા પહેરી શકે છે.
- સલવાર કમીજ
આ ભારતનો સૌથી જુનો પરિધાન છે. જે મોટાભાગે ઉત્તર ભારતના રાજ્યોમાં મહિલાઓ પહેરે છે. જો કે, આજકાલ આ ફેશનમાં ચાલી રહ્યું છે. તેમજ મહિલાઓ આ પરિધાનને કોઈ પણ પ્રસંગમાં પહેરી શકે છે.
- સાડી
સાડી ભારતની બહુ જ જૂનુ પરિધાન છે આજકાલ યુવતીઓ અને મહિલાઓમાં ડિઝાઈનર સાડીનો ક્રેઝ છે. સાડીને મહિલાઓ અલગ-અલગ રીતે પહેરે છે. સાડી માત્ર ભારતમાં જ નહીં દુનિયાના કેટલાક દેશોમાં પણ મહિલાઓ હવે સાડી પહેરતી થઈ છે.
- કોટનની લેંગી કુર્તા
કોટનની લેંગી કુર્તી પણ આજકાલ મહિલાઓની પ્રથમ પસંદ બની ગયો છે અને આ પહેરવાથી બહુ જ સુંદર લૂક આવે છે.
- કોલ્હુપુરી ચપ્પલ
કોલ્હાપુરી ચપ્પલ કોઈ પણ પરિધાન સાથે પહેરી શકાય છે. આ સાદગીનો અનુભવ કરાવે છે અને બહું જ સરસ લાગે છે.
- સ્ટાઈલિસ ફુટવેર
આજકાલ શોર્ટ જીન્સ-લેંગી સાથે યુવતીઓ સ્ટાઈલિશ સુઝ પહેરે છે. આવા સૂઝ યુવતીની ફેશનમાં વધારો કરે છે.