Site icon Revoi.in

સ્પિનર હરભજન સિંહનું આઈપીએલ છોડવાનું  આ હતું કારણ- જાણો

Social Share

વર્ષ 2020 દરમ્યાન આઈપીએલ યૂએઆમાં રમાનાર છે ત્યારે થોડા દિવસો પહેલા રૈનાએ આપીએલને ટાટા બાઈ-બાઈ કહ્ય.ું હતું ત્યાર બાદ સ્પિનર અને બલ્લેબાજ હરભજન સિંહ એ પણ આઈપીએલમાંથી બહાર થઈ જવાનો નિર્ણય લીધો હતો,જેને લઈને સીએસકેની ટિમને બીજો મોટો ફટકો પડ્યો છે.

ટબર્નેટરના નામથઈ જાણીતા બનેલા મશહુર ક્રિકેટર હરભજન સિંહએ ઈન્ડિયન પ્રીમિયર લીગથી દુર થનારા બીજા નંબરના ખિલાડી બન્યા છે, તમણે તેમના નિર્ણયને ચેન્નઈ સુપર કિંગ્સની ટિમના સંચાલકોને જણાવી દીધો છે

હવે આ સ્પિનરની જગ્યાએ સીએસકેએ કોઈ બોલરને ટીમમાં સમાવેશ કરવો જોઈએ કે બેટ્સમેનનો સમાવેશ કરવો જોઇએ કે તે અંગે હજી કોઈ સ્પષ્ટતા આવી નથી, કારણ કે તેમના પાસે પહેલાથી જ બોલિંગમાં ઘણી જાણકારી અને ગુણવત્તા છે. સીએસકે પાસે હવે માત્ર 3 જ મુખ્ય સ્પિનર બચ્યા છે, જેમાં લેગ સ્પિનર ​​ઇમરાન તાહિર, લેફ્ટિ સ્પિનર ​​મિશેલ સેન્ટનર અને લેગ સ્પિનર ​​પિયુષ ચાવલાનો સમાવેશ થાય છે.

હરભજને આઈપીએલ છોડવા અંગે કહ્યું કે, હાલમાં તેમના માટે પત્ની ગીતા અને ચાર વર્ષની પુત્રી હિનાયા સહિત તેમના પરિવાર માટે સમય ફાળવવો મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું, ‘હું ફક્ત એટલું જ કહીશ કે એવો પણ સમય આવે છે કે, જ્યારે રમતગમતને બદલે પોતાના પરિવારને પ્રથમ પ્રાધાન્ય આપવું પડે. મારું ધ્યાન અત્યારે મારા પરિવાર પર છે, પરંતુ હા મારું હૃદય યુએઈમાં મારી ટીમના લોકો સાથે રહેશે. ‘

હરભજનના એક ખાસ મિત્રએ માહિતી ખાનગી કારવાની શરતે ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, ‘ચેન્નઈની ટીમમાં આ કોવિડ -19 કેસ અંગે નથી. પરંતુ જો તમારી પત્ની અને બાળકો ત્રણ મહિના સુધી ભારતમાં રહે છે,તો તમારું મન ભટકશે જ અને તમે રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. આવી સ્થિતિમામં તમને કોઈ જ ફર્ક નથી પડતો તમને બે કરોડ અથવા 20 કરોડ મળે તો, અગ્રતાની સૂચિમાં પૈસાનું મહત્વ નથી .

સાહીન-