Site icon Revoi.in

ખતરામાં 14 લાખ કર્મચારીઓના પીએફના કરોડો રૂપિયા!

Social Share

શું દેશના 14 લાખ કર્મચારીઓના પીએફના કરોડો રૂપિયા ખતરામાં છે? આ સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે, કારણ કે પ્રોવિડન્ટ અને પેન્શન ફંડ સાથે જોડાયેલું ટ્રસ્ટ નેશનલ કંપની લૉ અપેલેટ ટ્રિબ્યૂનલમાં પહોંચી છે. આ ટ્રસ્ટોએ લોન ડિફોલ્ટનો સામનો કરી રહેલી ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીજિંગ એન્ડ ફાઈનાન્શિયલ સર્વિસિસમાં બોન્ડ્સ તરીકે હજારો કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ટ્રિબ્યૂનલમાં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં ટ્રસ્ટોએ આશંકા વ્યક્ત કરી છે કે તેઓ પોતાના દ્વારા લગાવવામાં આવેલી રકમને ગુમાવે તેવી શક્યતા છે, કારણ કે આ બોન્ડ અનસિક્યોર્ડ લોન હેઠળ આવે છે.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, બોન્ડમાં કેટલી રકમ લગાવવામાં આવી છે, તેની જાણકારી હજી સુધી મળી નથી. જો કે ઈન્વેસ્ટમેન્ટ બેન્કરોનું આકલન છે કે આ રકમ હજારો કરોડ રૂપિયા સુધીની હોવાની સંભાવના છે. સૂત્રોનું કહેવું છે કે એમએમટીસી, ઈન્ડિયન ઓઈલ, સિડકો, હુડકો, આઈડીબીઆઈ, એસબીઆઈ વગેરે જેવી પબ્લિક સેકટરની કંપનીઓના કર્મચારીઓના ફંડની દેખરેખ કરનારા ટ્રસ્ટો સિવાય ગુજરાત અને હિમાચલપ્રદેશના ઈલેક્ટ્રિસિટી બોર્ડે ટ્રિબ્યૂનલમાં અરજી દાખલ કરી છે. તેના સિવાય પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ હિંદુસ્તાન યૂનિલિવર અને એશિયન પેઈન્ટસના પીએફનું સંચાલન કરનારા ટ્રસ્ટ પણ આમા સામેલ છે.

આગામી સમયગાળામાં ટ્રસ્ટો તરફથી આવી અરજીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે, કારણ કે હાલ આવી અરજીઓની માટે 12 માર્ચ સુધીનો સમય છે. માનવામાં આવે છેકે 1 લાખ કર્મચારીઓના રિટાયરમેન્ટસ ફંડ્સનું ધ્યાન રાખનારા ટ્ર્સ્ટોના નાણાં IL&FSથી પ્રભાવિત છે. મીડિયા અહેવાલ મુજબ, આના સંદર્ભે IL&FS તરફથી ટીપ્પણી આવી નથી.