Site icon Revoi.in

ભારત-મ્યાંમાર બોર્ડર પર ઈમરજન્સી જેવી સ્થિતિ, કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ પર ખતરો હજી ટળ્યો નથી

Social Share

આતંકવાદી જૂથ આરાકાન આર્મી વિરુદ્ધ ગત સપ્તાહે ભારતીય સેના અને મ્યાંમાર સાની સંયુક્ત કાર્યવાહી છતાં કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટ સામેનો ખતરો હજી ટળ્યો નથી. અહેવાલો મુજબ, આરાકાન આર્મીએ દાવો કર્યો છે કે તેણે મ્યાંમારની સેનાની સામે વળતી કાર્યવાહીમાં 45 બર્મીઝ સૈનિકોને ઠાર કર્યા છે. આ સિવાય કાલાદાન ટ્રાન્ઝિટ પ્રોજેક્ટના નિર્માણ માટે સામાન ભરીને લઈ જઈ રહેલી એક વેસલને પણ હુમલામાં આરાકાન આર્મીએ તબાહ કરી દીદી છે. તેના કારણે પ્રોજેક્ટના કામમા હજી વિલંબ થઈ રહ્યો છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓના અહેવાલ મુજબ, મ્યાંમારની સેના આખા રખાઈન સ્ટેટમાં ઈમરજન્સી લગાવવા ચાહે છે. જેથી તેઓ આરાકાન આર્મી સામે મોટી કાર્યવાહી કરી શકે.

ભારતીય સંરક્ષણ મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીનું કહેવું છે કે આરાકાન આર્મીને વિદેશમાંથી મદદ મળી રહી છે. તેને હથિયારો અને આતંકી કેમ્પોમાં હુમલાની ટ્રેનિંગ અપાઈ રહી છે. જેના કારણે આરાકાન આર્મી મ્યાંમારની સેનાને આકરી ટક્કર આપી રહી છે. મ્યાંમારની સેના બે તરફી પડકારોનો સામનો કરી રહી છે. એક તરફ આરાકાન રોહિંગ્યા સાલ્વેશન આર્મી અને બીજી તરફ આરાકાન આર્મી. જેના કારણે સ્થિતિ ઘણી ખરાબ થઈ રહી છે.

સૂત્રો મુજબ, મ્યાંમારના રખાઈન સ્ટેટના મરુક યૂ અને પલેત્વામાં આરાકાન આર્મીએ મ્યાંમાર સેનાના 45 જવાનોને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે અને આ હુમલામાં ખુદ મ્યાંમાર સેનાએ પોતાના નવ જવાનોના જીવ ગયા હોવાનું કબૂલ્યું છે. બાદમાં મ્યાંમાર સેનાએ આરાકાન આર્મીના ઘણાં કેમ્પો પર હવાઈ હુમલા કર્યા હતા. ભારતીય સેનાએ પણ 17 ફેબ્રુઆરીથી લઈને બીજી માર્ચ સુધી મ્યાંમારની સેના સાથે મળીને સંયુક્ત ઓપરેશન કર્યું હતું. પરંતુ તેમ છતાં હજીપણ ખતરો ટળ્યો નથી.

ભારતીય સેનાના સૂત્રો મુજબ, ભારતીય સેનાએ બોર્ડર પાર કર્ય વગર પોતાના જ વિસ્તારોમાં આરાકાન આર્મીના ઠેકાણાઓ પર કાર્યવાહી કરી હતી. દક્ષિણ મિઝોરમના વિસ્તારમાં કરવામાં આવેલા ઓપરેશનને સેનાએ મોટી સફળતા ગણાવી હતી. પરંતુ મ્યાંમારની સેનાને ભારતથી ઘણી મોટી આશા છે અને આવી મદદથી જ કાલાદાન પ્રોજેક્ટની સુરક્ષાને નક્કર બનાવી શકાય તેમ છે.

કાલાદાન પ્રોજેક્ટને આરાકાન આર્મી તરફથી સતત નિશાન બનાવવાની કોશિશો ચાલુ છે અને ભારત આવી પરિસ્થિતિમાં ચુપ બેસી શકે તેમ નથી, કારણ કે આ પ્રોજેક્ટ બંને દેશો માટે બેહદ જરૂરી છે. આરાકાન આર્મીએ ગત મહીને જ્યારે વેસલને હુમલામાં નષ્ટ કરી હતી, ત્યારે કાલાદાન પ્રોજેક્ટ માટે કન્સ્ટ્રક્શન મટિરિયલ લઈ જઈ રહી હતી. જેમાં 300 સ્ટીલની ફ્રેમ હતી. તેનો પેલ્ત્વા નદી પર પ્રોજેક્ટ સંદર્ભે ઉપયોગ થવાનો હતો.

2008માં કાલાદાન પ્રોજેક્ટ પર ભારત અને મ્યાંમારની વચ્ચે સંમતિ બની હતી. આ પ્રોજેક્ટના પૂર્ણ થયા બાદ મિઝોરમ મ્યાંમારના રખાઈન સ્ટેટના સિટવે પોર્ટ સાથે જોડાઈ જશે. આ પ્રોજેક્ટ માટે ભારતમાં એજવાલ-સાઈંહા નેશનલ હાઈવે પ્રોજેક્ટ પર કામ થઈ રહ્યું છે.