Site icon Revoi.in

G 20 સમિટ પર પાકિસ્તાની આતંકી હુમલાનું જોખમ – સુરક્ષા એજન્સીઓ આતંકી સંગઠનોને લઈને બની સતર્ક

Social Share

દિલ્હીઃ- જી 20ની અધ્યક્ષતા આ વખતે ભારત કરી રહ્યું છે જેને  લઈને સમગ્ર તૈયારીઓ પણ થઈ ચૂકી છે ત્યારે હવે આતંકીઓ જી 20 સમિટિને નિશાન બનાવી શકે છે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેને લઈને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની ચૂકી છે.

G20 સમિટ આતંકવાદીઓના નિશાના પર છે. તેને ખલેલ પહોંચાડવાના હેતુથી તેઓ કોઈ મોટી ઘટનાને અંજામ આપી શકે છે. જેમાં લોન વરુનો હુમલો, વિદેશી નાગરિકો પર હુમલો, સુરક્ષા એજન્સીઓના વાહનો પર આઈઈડી હુમલો અને પોલીસ-સેનાના અધિકારીઓ પર હુમલાનો સમાવેશ થાય છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આતંકવાદીઓ ડ્રોન દ્વારા પણ આ હુમલો કરી શકે છે.

 ભારતના G20 અધ્યક્ષપદથી નારાજ આતંકવાદીઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા છે આ વર્ષે કોઈપણ રાષ્ટ્રીય દિવસે મોટો આતંકવાદી હુમલો  કરવાની તેઓ યોજના ઘડી રહ્યા છે. જેથી કરીને વિશ્વની નજરમાં ભારતને એક નબળા અને અસુરક્ષિત દેશ તરીકે પ્રમોટ કરી શકાય.જો કે તેની સામે સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ચૂકી છે.

રપાકિસ્તાનમાં આયોજિત આતંકવાદી સંગઠનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે G20 સમિટને કારણે ભારતમાં વિદેશી રાજદ્વારીઓની સતત હાજરી રહેશે. આવી સ્થિતિમાં પોતાની હાજરી બતાવવા માટે આતંકી હુમલો  તેઓ કરી શકે છે. આ હુમલાનું સ્વરૂપ શું હશે, તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસ તે પદ્ધતિ શોધવાનો પ્રયાસ કરી રહી છે.

પાકિસ્તાનની ISI તેના પાળેલા આતંકવાદી સંગઠનો  જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તૈયબા, ISISના AQIS અને જમાત-ઉલ-મુજાહિદ્દીનના આતંકવાદીઓ સાથે મળીને મોટો હુમલો કરી શકે તેવું જોથમ વર્છેતાઈ રહ્યું . આ માટે તે મોટા હિન્દુ નેતાઓ, સેના અને પોલીસ અધિકારીઓ પર હુમલો કરી શકે છે. સુરક્ષા એજન્સીઓએ આ સંદર્ભમાં એલર્ટ જારી કરીને પોલીસ અને સૈન્ય દળોને સતર્ક રહેવા કહ્યું છે.