Site icon Revoi.in

અમેરિકાના ત્રણ  ઈકોનોમિસ્ટને મળ્યો અર્થશાસ્ત્ર માટેનો નોબોલ પ્રાઈસ

Social Share

દિલ્હીઃ- હાલ નોબેલ પ્રાઈઝની ભરમાર ચાલી રહી છે ત્યારે હવે જે અમેરિકાના ત્રણ અર્થશાસ્ત્રીઓને મળવા પાત્ર બન્યો છે.જેના માટે પુરસ્કારની જાહેરાત કરવામાં આવી ચૂકી છે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે બેન એસ. બર્નાન્કે, ડગ્લસ ડબલ્યુ. ડાયમંડ અને ફિલિપ એચ. ડાયબવિગને આ વર્ષનું અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરાઈ છે. 

આ એવોર્ડ બેંકો અને નાણાકીય કટોકટી પર સંશોધન માટે આપવામાં આવ્યો છે. અર્થશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારને ‘આલ્ફ્રેડ નોબેલની યાદમાં આર્થિક વિજ્ઞાનમાં સ્વેરીજેસ રિક્સબેંક પ્રાઈઝ’ કહેવામાં આવે છે.

આ એવોર્ડ હેઠળ 10 મિલિયન સ્વીડિશ ક્રોનર (એટલે કે અંદાજે 9 મિલિયન યુએસ ડોલર)નું રોકડ ઈનામ આપવામાં આવે છે.આ સાથે જ આ એવોર્ડ 10 ડિસેમ્બરે એનાયત કરવામાં આવશે. અન્ય નોબેલ પારિતોષિકોથી વિપરીત, આલ્ફ્રેડ નોબેલની 1895ની વસિયતમાં અર્થશાસ્ત્રના પુરસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ સ્વીડિશ સેન્ટ્રલ બેંક દ્વારા તેમની યાદમાં તેની સ્થાપના કરવામાં આવી હતી.આ એવોર્ડનો પ્રથમ વિજેતા 1969 માં પસંદ કરવામાં આવ્યો હતો.