Site icon Revoi.in

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર પુરફાટ ઝડપે આવેલી કાર ટ્રકની પાછળ ઘૂંસી જતાં ત્રણના મોત

Social Share

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માત વહેલી પરોઢે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા-માલવણ ગામ વચ્ચે સર્જાયો હતો. પૂરફાટ ઝડપે કાર ટ્રકની પાછળ ઘૂસી જતાં અકસ્માતમાં કુલ ત્રણ યુવકનાં મોત થયાં હતાં. આ અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું હતુ. અકસ્માતને પગલે રોડ પરના વાહનચાલકો તેમજ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માકના બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો દાડી આવ્યો હતો. અને કારની બોડી ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં હતા.

આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, સોમવારે વહેલી પરોઢે  ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ પૂરફાટ ઝડપે આવેલી કાર ઘૂસી ગઈ હતી, આ અકસ્માતના બનાવમાં કારમાં સવાર બે યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યારે અન્ય એક યુવાનનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું હતુ. માલવણ સી.એન.જી પંપ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ ત્રણ યુવાનનાં મોત થયાં છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં જોવા મળ્યું છે કે પૂરપાટ ઝડપે આવતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ છે, જેથી ઘટનાસ્થળે જ 2 યુવકનાં મોત થયાં હતાં, જ્યારે એકનું સારવાર માટે લઈ જતી વખતે મોત થયું હતું. અકસ્માતને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકો ગેડિયા ગામના હોવાનું જામા મળ્યુ છે.  અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેથી કારની બોડી ચીરીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.