Site icon Revoi.in

અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ત્રણ મૂળ ભારતીયોએ દાવેદારી નોંધાવી

Social Share

દિલ્હીઃ- નૂળ ભારતીયો દરેક ક્ષેત્રમાં વિદેશમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરી રહ્યા છે, વિદેશમાં રહીને અનેક પદ સંભાળી રહ્યા છે ત્યારે જો વિશ્નવની મહાસત્તા ્મેરિકાની વાત કરીએ તો અહી અનેક મૂળ ભારતીયો અનેક પદનો કાર્ય.ભાર સંભાળતા જોવા મળે છે ત્યારે આગામી રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મૂળ ત્રણ ભારતીયો આગળ આવ્યા છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે આગામી વર્ષે એટલે કે 2024માં અમેરિકામાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અન્ય એક ભારતવંશીએ પોતાનો દાવો રજૂ કર્યો છે. ભારતીય-અમેરિકન એન્જિનિયર હર્ષવર્ધન સિંહે ગુરુવારે ફેડરલ ચૂંટણી પંચ સમક્ષ સત્તાવાર રીતે ઉમેદવારી નોંધાવી હતી.આ સાથે જ કુલ ત્રણ ભારતીયોએ આ દાવેદારી નોંધાવી છે.

મેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે સ્પર્ધા જોવા મળી રહી છે. જો કે, આ દરમિયાન આ પદ માટે કેટલાક ભારતીય-અમેરિકન નેતાઓના નામ પણ સામે આવી રહ્યા છે, જેઓ અમેરિકાને વધુ સારું બનાવવા માટે ટ્રમ્પને હરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.આ નામોમાં વિવેક રામાસ્વામી, નિક્કી હેલી અને હર્ષવર્ધન સિંહ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે.
જો કે, તમામ કાનૂની પડકારો છતાં, ટ્રમ્પ 2024 માટે રિપબ્લિકન પાર્ટીના નોમિનેશનની રેસમાં આગળ છે. રિપબ્લિકન તેમના પક્ષના આગામી પ્રમુખપદના ઉમેદવારને ઔપચારિક રીતે પસંદ કરવા માટે આગામી જુલાઈમાં રાષ્ટ્રીય સંમેલન યોજશે. આ સંમેલન 15 થી 18 જુલાઈ દરમિયાન મિલવૌકી, વિસ્કોન્સિનમાં યોજાશે.
આ સહીત ભારતીય મૂળની રિપબ્લિકન નેતા નિક્કી હેલી બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત રહી ચૂક્યા છે. નિક્કી હેલી ત્રીજી ભારતીય-અમેરિકન છે જે સતત ત્રણ ચૂંટણીમાં યુએસ પ્રમુખપદ માટે લડી રહી છે.