Site icon Revoi.in

ટાઈગર શ્રોફની ફિલ્મ હિરોપંતીના મેકર્સને મોટો ફટકો – રિલીઝ થતા જ ફિલ્મ થઈ લીક

Social Share

મુંબઈઃ તાજેતરમાં વિતેલા દિવસને શુક્રવારના રોજ અભિનેતા ટાઈગલ શ્રેફની ફિલ્મ હિરોપંતી સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી છે જો કે આ ફિલ્મ રિલીઝ થતા પહેલા જ લીક થી હોવાથઈ એ ફિલ્મના મેકર્સને મોટો ફટકો પડે તેવી શક્યતાઓ નકારી શકાય નહી,

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મને લઈને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. તેના ચાહકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે, જ્યારે કેટલાકને ફિલ્મની વાર્તામાં કોઈ દમ જોવા મળ્યો નથી. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન પણ કંઈ ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબનો બિઝનેસ કરી શકશે નહીં.

આ ફિલ્મ રિલીઝ થયાના થોડા જ કલાકોમાં સલીક થી છે તેવી માહિતી મળી રહી છે.કહેવામાં આવી રહ્યું છે કે  હિરોપંતી ઘણી વેબસાઈટ પર જોવામાં આવી રહી છે. ફિલ્મના ઓનલાઈન લીકની અસર તેના બોક્સ ઓફિસ કલેક્શન પર પડી શકે છે. ફિલ્મનું પ્રથમ દિવસનું કલેક્શન પણ ઘણું ઓછું રહ્યું છે. હવે ફિલ્મ લીક થયા બાદ તેની કમાણીના ગ્રાફમાં ઘટાડો જોવા મળી શકે છે.

ટાઈગરની આ નવી ફિલ્મ સુપરસ્ટાર અજય દેવગનની રનવે 34 સાથે ટક્કર આપી રહી છે શુક્રવારના દિવસે ઘણી ફિલ્મો સિનેમામાં આવી છે, ત્યારે હવે જોવું રહ્યું કે ટાઈગર શ્રોફની ફિલ્મ બોસ્ક ઓફીસ પર સફળ સાબિત થશે કે કેમ, કારણ કે હાલ સિનેમા ઘરોમાં કેજીએફ 2 ઘૂમ મચાવી રહી છે રિલીઝના ઘમા દિવસો બાદ પણ આ ફિલ્મ ચાલી રહી છે જેથી હિન્દી ફિલ્મો પર તેની અસર જોવા મળી રહી છે.

 

Exit mobile version