Site icon Revoi.in

ઘૂળેટી ટિપ્સઃ ત્વચા પર લાગેલા રંગોને કરો આ રીતે દૂર નહી તો સ્કિનની એલર્જીથી થશો પરેશાન

Social Share

 

થોડા જ દિવસોમાં હોળીનો કહેવાર આવી રહ્યો છે ,સૌ કોઈને હોળી રમવાનો શોખ હોય છે જો કે રંગોના કારણે આપણે હોળી રમતા ડ઼઼રતા હોય છે કારણ કે રંમગો ચહેરાને ઘણું નુકશાન પહોંચાડે છે. આ સાથે જ સ્કિન પર રંગોથી એલર્જી થાય છે અને ઘણી વખત તો રંગો અવા ઘાટ્ટા હોય છે કે તેનો કલર સ્કિન પરથી જવો મુશ્કેલ બની જોય છે, તો હવે આપણે કેટલાક એવા નુસ્ખા જોઈશું કે જેનાથી તમે સરળતાથી રંગોને કાઢી શકશો અને ચહેરા પર થતી એલર્જીથી પણ બચી શકશો.

નેચરલ રંગો થી રમો હોળી

બને ત્યા સુધી રંગોથી હોળી રમવા નું ટાળો અને જો તમને રંગોનો શોખ છે જ તો તમે કેસૂડાના ફૂલોનો પાવડર, ગુલાબની પાખડીનો પાવડર, ગલગોટાના ફૂલોનો પાવડર બનાવી અત્યારથી સ્ટોર કરીલો અને આ રંગોથી હોળી રમી શકો છો જે તમારી સ્કિનને મુકશાન નહી કરે.

લીંબુના રસને કરો અપ્લાય

લીંબૂનો રસ બેસ્ટ ઓપ્શન છે રંગોને દૂર કરવા માટે જેથી રંગોથી હોળી રમ્યા બાદ તમે લીબુંના રસ સાથે બેસનને મિક્સ કરીને ચહેરા પર લગાવીને મસાજ કરો ત્યાર બાદ 10 મિનિટ સુધી ચહેરાને આમ જ રહેવાદો પછી ઠંડા પાણીથી વોશ કરીદો,આમ કરવાથી રંગો સરળતાથી દૂર થાય છે.

હોળી રમ્યા બાદ બદામના તેલનો કરો ઉપયોગ

રંગોને દૂર કરવા માટે બદામનું તેલ બેસ્ટ ઓપ્શન છે, બરાબર ફેશ વોશ કર્યા બાદ તમે ચહેરા પર બદામના તેલ વડે મસાજ કરીલો, જેનાથઈ રંગોની એલર્જી પણ નહી થાય અને સ્કિન પર થી તરત રંગ કલર છોડી દેશે

બરફ સાથે કાકડીના રસનો કરો ઉપયોગ

રંગોથી હોળી રમીને ગરમીના કારણે ચહેરા પર બળતરા થવા લાગે છે,આવા સમયે તમારે કાકડીનો રસ લેવાનો છે ત્યાર બાદ આઈસ ક્યૂબને આ રસમાં પલાળીને ચહેરા પર મસાજ કરવાનો છે જેથી ચહેરા પરની બળતરા થોડી જ ક્ષણોમાં દૂર થશે .અને ત્વચા પરથી રંગો પણ ગદૂર થશે,

મલાઈનો કરો ઉપયોગ

ચહેરા પર રંગોને દૂર કરવા માટે મલાઈનો ઉપયોગ કરી શકો છો, પ્રથમ વખત સાદા પાણીથી ફેશ વોશ કરીલો ત્યાર બાદ હળવા હાથે મલાઈમાં બેસન મિક્સ કરીને તેની પેસ્ટ ચહેરા પર અપ્લાય કરીલો 10 મિનિટ સુકાયા બાદ તેને હાથથી મસાજ કરીલો અને ઠંડા પાણીછી ફેશ વોશ કરીલો આમ કરવાથઈ રંગોની એલર્જી નહી થાય