Site icon Revoi.in

આજે નુસરત ભરૂચાનો જન્મદિવસ, જાણો સફળતા પહેલાનો તેમના જીવનનો સંઘર્ષ

Social Share

મુંબઈ : નુસરત ભરૂચા આજે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. નુસરત તેની એક્ટિંગ અને ફિલ્મો ઉપરાંત તેના બોલ્ડ અંદાજને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. જ્યારે નુસરત ચાહકોની સામે પોતાનો બોલ્ડ અંદાજ રજૂ કરે છે, ત્યારે તે તસવીરો વાયરલ થઈ જાય છે.  આજે નુસરતે જે પદ પ્રાપ્ત કર્યું છે તે પ્રાપ્ત કરવું તેમના માટે સહેલું નહોતું.

નુસરત ભરૂચાનો જન્મ 17 મે 1985 ના રોજ થયો હતો.  તેના પિતા બિઝનેસમેન છે. આજે નુસરત તેનો 36 મો જન્મદિવસ ઉજવી રહી છે,તેથી આજે અમે તમને નુસરત ભરૂચાની કારકિર્દી સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો જણાવી રહ્યા છીએ.

અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના કરિયરની શરૂઆત નાના પડદાથી કરી હતી. અભિનેત્રીએ પ્રખ્યાત ટીવી શો ‘કિટ્ટી પાર્ટી’ થી શરૂઆત કરી હતી. ઝી ટીવી પર જોવા મળતી આ સિરિયલ વર્ષ 2002 માં આવી હતી. પરંતુ નુસરત ભરૂચાએ પોતાના પહેલા જ શો કિટ્ટી પાર્ટી સિરિયલ ને એક વર્ષની અંદર જ છોડી દીધો હતો. આ પછી, અભિનેત્રી ફિલ્મો તરફ વળી.

2006 માં નુસરત ભરૂચાને તેની કારકિર્દીની પહેલી ફિલ્મ ‘જય સંતોષી મા’ મળી હતી.ફિલ્મ બોક્સ ઓફિસ પર કોઈ કામ કરી શકી નહીં .આ પછી અભિનેત્રી વર્ષ 2009 માં ફિલ્મ ‘કલ કિસને દેખા હૈ’ માં જોવા મળી હતી, આ ફિલ્મ પણ ફ્લોપ થઈ હતી.

વર્ષ 2011 અભિનેત્રી માટે લકી સાબિત થયું ,આ વર્ષે તેની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’ પડદા પર ભલે ન ચાલી હોય પરંતુ ક્રિટકિસ લેવલ પર પસંદ કરવામાં આવી હતી અને કાર્તિક આર્યન અને નુસરત ભરૂચાની જોડીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. ત્યારબાદ 2015 ની ફિલ્મ ‘પ્યાર કા પંચનામા 2’ હિટ સાબિત થઈ હતી.

નુસરતને અસલી ઓળખ 2018 માં મળી. આ વર્ષે આવેલી ફિલ્મ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’રિલીઝ થઈ હતી અને ફરી એક વાર કાર્તિક આર્યન અને સની સિંહ તેની સાથે ફિલ્મમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મે 100 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મથી માત્ર નુસરત ભરૂચાને જ મોટી ઓળખ મળી નથી,પરંતુ કાર્તિક આર્યનને પણ મળી હતી અને આ ફિલ્મ બાદથી જ નુસરતને ફિલ્મોની લાઇન લાગી છે. હવે તે ટૂંક સમયમાં અક્ષય કુમારની સાથે ફિલ્મ રામ સેતુમાં જોવા મળશે. ફિલ્મમાં આ બંને સિવાય જેક્લીન પણ છે.