દિલ્હી :ભારતનું પ્રભુત્વ અત્યારે વિશ્વમાં એવી રીતે વધી રહ્યું છે કે જેને રોકવુ અત્યારે લગભગ દુનિયાના કોઈ પણ દેશ માટે શક્ય નથી, પહેલાના સમયમાં ભારતની સામે કોઈ પણ દેશ આવીને મનમાની કરીને જતો રહેતો હતો પણ હવેનો સમય બદલાયો છે અને તેના અનેક ઉદાહરણ જોવા મળે છે. હાલમાં જ અમેરિકામાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ગ્લોબલ નોર્થની હિપોક્રેસી (દંભી નીતિ) પર નિશાન સાધ્યું છે. જયશંકરે કહ્યું કે, આજે પણ ‘ડબલ સ્ટાન્ડર્ડ’ની દુનિયા છે. જે દેશ પ્રભાવશાળી પદો પર છે, તે મોટા સ્તરે પરિવર્તનની વાત આવે તો મોઢાં બગાડે છે ને વિરોધ કરે છે.
યુએન જનરલ એસેમ્બલીના 78મા સત્ર માટે વિદેશ મંત્રી જયશંકર ન્યૂયોર્ક ગયા છે. યુએનજીએના પ્રમુખ ડેનિસ ફ્રાન્સિસે શનિવારે કહ્યું કે ભારતે આફ્રિકન યુનિયનને જી-20ના કાયમી સભ્ય તરીકે સામેલ કરીને ઇતિહાસ રચ્યો છે. ફ્રાન્સિસ ન્યૂયોર્કમાં ઈન્ડિયા-યુએન ફોર ગ્લોબલ સાઉથઃ ડિલિવરિંગ ફોર ડેવલપમેન્ટ ઈવેન્ટને સંબોધિત કરી રહ્યા હતા. જેમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.
જયશંકરે આગળ કહ્યું- G20ની અધ્યક્ષતા ખૂબ જ પડકારજનક હતી. અત્યારે વિશ્વમાં પૂર્વ-પશ્ચિમ ધ્રુવીકરણ ચાલી રહ્યું છે. તે જ સમયે, ઉત્તર અને દક્ષિણ દેશો વચ્ચે વિભાજનની રેખા દોરવામાં આવી છે. આવી સ્થિતિમાં બધાને સાથે લાવીને એક એજન્ડા પર વાત કરવી સરળ નહોતી.
આ દરમિયાન તેમણે સાઉથ રાઇઝિંગઃ પાર્ટનરશિપ, ઇન્સ્ટિટ્યુશન્સ અને આઇડિયાઝને પણ સંબોધિત કર્યા હતા. જયશંકરે કહ્યું- આ હજુ પણ બેવડાં ધોરણોની દુનિયા છે. સત્તા ધરાવતા દેશો બદલવા માટે તૈયાર નથી, અને ઐતિહાસિક પ્રભાવ ધરાવતા દેશોએ તેમની ઘણી ક્ષમતાઓને શસ્ત્ર બનાવી છે.
શું છે ગ્લોબલ નોર્થ…
જયશંકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની G20 પ્રમુખપદનો મુખ્ય એજન્ડા વૈશ્વિક વૃદ્ધિ અને વિકાસ હતો અને અમે તેને સારી રીતે પાર પાડ્યો હતો.
વિદેશ મંત્રાલયના એક સત્તાવાર નિવેદન અનુસાર, વિદેશ મંત્રી જયશંકર UNGA સત્રમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરવા ન્યૂયોર્કમાં છે, જ્યાં તેઓ 26 સપ્ટેમ્બરે UN મહાસભાને સંબોધિત કરશે. ન્યૂયોર્કની મુલાકાત પૂર્ણ કર્યા બાદ તેઓ વોશિંગ્ટન જશે.
ભારતના ફર્સ્ટ સેક્રેટરી ગેહલોતે કહ્યું- ખાસ કરીને જ્યારે લઘુમતીઓ અને મહિલાઓના અધિકારોની વાત આવે છે તો પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ છે. વિશ્વની સૌથી મોટી લોકશાહી પર આંગળી ઉઠાવતા પહેલાં પાકિસ્તાને પોતાની તરફ જોવું જોઈએ. તેમણે કહ્યું કે દક્ષિણ એશિયામાં શાંતિ જાળવી રાખવા માટે પાકિસ્તાને ત્રણ પગલાં ભરવાની જરૂર છે.

