Site icon Revoi.in

‘અનુપમા’થી ઘર-ઘરરમાં જાણીતી બનેલી રુપાલી ગાંગુલીનો આજે જન્મદિવસ- ચાહકો પાસે માંગી ખાસ ગીફ્ટ

Social Share

મુંબઈઃ- આજે અનુપમા નામથી ભાગ્યે જ કોઈ અજાણ હશે, સ્ટાર પ્લસ પર પ્રસારિત થતી સિરીયલમાં અનુપમાનું કિરદાર નિભાવતી અનિનેત્રીવરુપાલી ગાગુલીનો આજે 45મો જન્મદિવસ છે ,રૂપાલી ગાંગુલી લાંબા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીનો હિસ્સો છે. તેણે ટેલિવિઝન પર સારાભાઈ vs સારાભાઈ જેવા ઘણા શોમાં કામ કર્યું છે,

જો કે રુપાલીને   સિરિયલ ‘અનુપમા’ દ્વારા તેમને મળેલી ઓળખ પ્રશંસનીય છે. આ શો દ્વારા અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ સાબિત કરી દીધું કે કલા એ ઉંમરની બાબત નથી. આજે એટલે કે 5મી એપ્રિલ 2022ના રોજ તે પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહી છે.તેણે તેના કરિયરની શરુઆત નાના પડદેથી કરી હતી, સંજીવની રિસીયલમાં તે શ્રીમરનના પાત્રમાં જોવા મળી હતી.

માત્ર 7 વર્ષની ઉમરમાં બોલિવૂડ ફિલ્મમાં કર્યું છે કામ

ઘણા ઓછા લોકો આ વાત જાણતા હશે કે રૂપાલી ગાંગુલીએ પોતાના કરિયરની શરૂઆત બાળપણમાં કરી હતી. જ્યારે રૂપાલી ગાંગુલી માત્ર 7 વર્ષની હતી ત્યારે તેણે ફિલ્મી દુનિયામાં અભિનય શરૂ કર્યો હતો. રૂપાલીએ પ્રથમ વખત તેના પિતા અનિલ ગાંગુલી દ્વારા નિર્દેશિત ફિલ્મ સાહેબમાં કેમેરાનો સામનો કર્યો હતો. આ ફિલ્મમાં અનિલ કપૂર, અમૃતા સિંહ, રાખી ગુલઝાર, સુરેશ ચટવાલ જેવા ઘણા કલાકારોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ પછી તેણે 1987માં આવેલી ફિલ્મ ‘મેરા યાર મેરા દુશ્મન’માં કામ કર્યું, જેમાં મિથુન ચક્રવર્તી, રાકેશ રોશન જેવા સ્ટાર્સે કામ કર્યું હતું.

વર્ષ 1987 પછી, રૂપાલી ગાંગુલીએ તેની કારકિર્દીમાંથી બ્રેક લીધો અને તે પછી વર્ષ 1997માં તેણે ગોવિંદા સ્ટારર ફિલ્મ ‘દો આંખે બારહ હાથ’માં યુવા અભિનેત્રી તરીકે કામ કર્યું.જો કે ફિલ્મોમાં રુપાલીને એટલી સફળતા નથી મળી જેટલી અનુપમાથી મળી છે.

રુપાલીએ 2000માં તેણે સિરિયલ ‘સુકન્યા’થી ટેલિવિઝનની દુનિયામાં પ્રવેશ કર્યો. આ પછી તેણે ‘દિલ હૈ કી માનતા નહીં’, ‘ઝિંદગી તેરી મેરી કહાની’, સંજીવની જેવા શોમાં અલગ-અલગ પાત્રો ભજવ્યા. રૂપાલી ગાંગુલીએ વર્ષ 2004માં કોમેડી શો ‘સારાભાઈ Vs સારાભાઈ’માં કામ કર્યું હતું.

રુપાલીએ ચાહકો પાસે માંગી આ ખા ગીફ્ટ

બે દિવસ પહેલા જ રૂપાલી ગાંગુલી તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ થઈ હતી. આ દરમિયાન અભિનેત્રીએ લોકોને ખાસ વિનંતી કરી હતી કે  તેઓ તેમના જન્મદિવસ પર ગિફ્ટ મોકલવાને બદલે જ્યારે પણ સમય મળે ત્યારે રસ્તા પર રખડતા પ્રાણીઓને કંઈક પણ ખવડાવી દે.

રૂપાલી ગાંગુલીનો જન્મ 5 એપ્રિલ 1977ના રોજ કલકત્તામાં થયો હતો. શાળાકીય શિક્ષણ પૂર્ણ કર્યા પછી, રૂપાલી ગાંગુલીએ હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો અને તે સાથે તેણે થિયેટરમાં hC કામ કર્યું. તે બંગાળી હિંદુ પરિવારમાંથી આવે છે. તેમના પિતા અનિલ ગાંગુલી વ્યવસાયે દિગ્દર્શક હતા, જ્યારે તેમના ભાઈ વિજય ગાંગુલી ફિલ્મોમાં નિર્માતા અને અભિનેતા છે. અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીએ 6 ફેબ્રુઆરી 2013ના રોજ બિઝનેસમેન અશ્વિન કે વર્મા સાથે લગ્ન કર્યા અને તેમને રુદ્રાંશ નામનો પુત્ર છે.