Site icon Revoi.in

આજે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવાર નિમિતે સોમનાથ મહાદેવના દર્શને ભક્તોનું ઘોડાપુર

Social Share

ગીરસોમનાથ: શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ તરફ આવતો જોવા મળી રહ્યો છે.આમ,આંખું સોમનાથ મંદિર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઊઠયું છે.

ઉલ્લેખનીય છે કે ,જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે તેમ તેમ શિવ ભક્તોમાં દેવાધિદેવ સોમનાથ મહાદેવ પ્રત્યેની આસ્થા પણ વધુ પ્રબળ બનતી જાય છે , જેના દ્રશ્યો આજે ધાર્મિક પુરાવો આપી રહ્યા છે.વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો સમગ્ર રાજ્ય અને દેશમાંથી સોમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે સોમનાથ તરફ આવી રહ્યા છે અને આજે દિવસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તોનો ધસારો સોમનાથ મહાદેવ મંદિર તરફ જોવા મળશે.

શ્રાવણી સોમવારે મહાદેવના દર્શન કરવાનું પણ હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ ઉત્તમ અને ફળદાય માનવામાં આવ્યું છે ,ત્યારે પ્રથમ પહોરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તો જાણે કે બેબાકળા બન્યા હોય તે રીતે સોમનાથ મંદિર પરિસરમાં મહાદેવને અર્પણ કરવા માટે બિલ્વપત્ર આંકડો સહિત પુષ્પ અને અન્ય પૂજન સામગ્રી સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ થનાર છે, જેમાં પણ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો ભાગ લઈને દેવાધિદેવ સોમનાથ મહાદેવના દર્શન કરીને પોતાની જાતને પાવન કરતાં જોવા મળશે.