Site icon Revoi.in

આજે સંકટ ચોથ,અહીં જાણો તેનું મહત્વ

Social Share

માહ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે સંકટ ચોથ વ્રત રાખવામાં આવે છે. આ દિવસે માતાઓ તેમના બાળકોના લાંબા આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. આ વ્રત તેમને તેમના બાળકોના જીવનમાં દરેક સંકટ અને અવરોધોથી બચાવે છે. આ દિવસે સંકટ હરણ ગણેશજીની સંપૂર્ણ વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. તેને સંકષ્ટી ચતુર્થી અને તિલકૂટ ચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ દિવસે માતાઓ આખો દિવસ નિર્જલ ઉપવાસ રાખે છે અને સાંજે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને ઉપવાસ તોડે છે. સાંજે ચંદ્રોદય જોયા બાદ પૂજામાં દુર્વા, શક્કરિયા, ગોળ અને તલના લાડુ ચઢાવવામાં આવે છે.

બીજા દિવસે સવારે સંકટ માતાને ચઢાવવામાં આવતી વાનગીઓ પ્રસાદ તરીકે સ્વીકારવામાં આવે છે. તલને શેકીને ગોળ સાથે પીસવામાં આવે છે. તિલકૂટનો પહાડ બને છે. કેટલીક જગ્યાએ તિલકૂટ બકરી પણ બનાવવામાં આવે છે. પૂજા પછી બધાને પ્રસાદ વહેંચવામાં આવે છે. પૂજા પછી માતાઓ સંકટ ચોથ વ્રતની કથા સંભળાવે છે.

Exit mobile version