Site icon Revoi.in

Tokyo Olympics 2020: ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી દીપિકા કુમારી, પહેલી ભારતીય તીરંદાજ

Social Share

દિલ્લી: પ્રી ક્વાર્ટર ફાઈનલ શૂટ ઓફમાં દીપીકાએ 6-5થી રશિયાની સેનિયા પેરુવાને હરાવી અને તેની સાથે જ ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ સાથે ઓલમ્પિકના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ બની ગઈ છે. ઉલ્લેખનીય છે કે આની પહેલા મિશ્રિત યુગલના પ્રદર્શનને ભૂલાવતા વિશ્વની નંબર વન મહિલા તીરંદાજ દીપીકા કુમારીની વ્યક્તિગત સ્પર્ધાથી ઝારખંડ તીરંદાજોનો ઉત્સાહ વધ્યો છે.

ભારતની દીપિકા અને રશિયાની પેરુવા, બંને તીરંદાજો માટે કાંટાની ટક્કર બરાબર હતુ, જ્યાં પહેલો સેટ દીપિકાને મળ્યો હતો. તેણે અહીં સતત 9, 10 અને 9 સ્કોર કરતી વખતે 28 પોઈન્ટ મેળવ્યા અને 2 સેટ પોઈન્ટ મેળવ્યા. બીજા સેટમાં, સીનિયાએ 27 પોઇન્ટ સાથે જીત મેળવી, કારણ કે અહીં દીપિકાએ ફક્ત 26 પોઇન્ટ મેળવ્યા હતા. દીપિકાને સેટનાં અંતિમ તીરથી ફટકો લાગ્યો હતો જે માત્ર 7 પોઇન્ટ લાવ્યો હતો. ત્રીજા સેટમાં દીપિકાએ ફરીથી 10, 9 અને 9 સ્કોર બનાવીને વાપસી કરી હતી પરંતુ ચોથો સેટ ડ્રોમાં સમાપ્ત થયો હતો. અહીં પાંચમો સેટ શરૂઆતમાં દીપિકાને ભારે પડી ગયો કારણ કે પ્રથમ તીર ફક્ત 7 પોઇન્ટ લાવ્યો હતો. સીનિયાએ જીત સાથે સેટ સમાપ્ત કર્યો અને બંને તીરંદાજો 5-5 થી બરોબરી પર રહ્યા હતા.

પાંચમો સેટ સીનિયા માટે 9 પોઇન્ટ લાવ્યો, જેના જવાબમાં દીપિકાએ માત્ર 7 પોઇન્ટ મેળવ્યા પરંતુ તેણીએ ફરીથી 10 પોઇન્ટ મેળવ્યા જે પૂરતા ન હોતા અને દીપિકા સેટ હારી ગઇ હતી. ત્યારબાદ મેચ શૂટ ઓફમાં પહોંચી હતી. જેમાં, એક તીર એક પછી એક આપવામાં આવે છે. સીનિયાએ અહીં માત્ર 7 પોઇન્ટ મેળવ્યા હતા અને દીપિકાએ સીધા 10 ને લક્ષ્‍યાંક આપીને મેચ જીતી લીધી હતી. આ સાથે દીપિકા કુમારી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી હતી. આ ઇવેન્ટની અંતિમ અને બ્રોન્ઝ મેડલ મેચ આજે જ જોવા મળવાની છે. અગાઉ અતનુ દાસ પણ જબરદસ્ત જીત મેળવીને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા.

Exit mobile version