Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમે રચ્યો ઈતિહાસ, 41 વર્ષ બાદ જીત્યો મેડલ

Social Share

દિલ્હીઃ જાપાનના ટોકિયોમાં હાલ ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ રહી છે. જેમાં ભારતે અત્યાર સુધીમાં એક સિલ્વિર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. હવે ભારતીય પુરુષ હોકી ટીમે પણ ઈન્ટરનેશનલ હોકીમાં પરત ફરીને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 41 વર્ષ બાદ ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વધાવી હતી. તેમજ ભારતીય ખેલાડીઓને શુભકામનાઓ આપી હતી. ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ ટીમ બ્રોન્ઝ જીતતા સમગ્ર દેશના ખેલપ્રેમીઓમાં ખુશી ફેલાઈ છે. આમ ભારતે અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ચાર મેડલ જીત્યાં છે. હજુ કેટલીક રમતમાં ભારતને મેડલ મળે તેવી આશા છે.

https://twitter.com/narendramodi/status/1423122624679268355

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. જર્મનીને 5-4થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. ભારતીય ટીમ માટે આ શાનદાર જીત છે. ભારતને 41 વર્ષ બાદ હોકીમાં મેડલ મળ્યો છે. ટોકિયો ઓલિમ્પિકમાં કાંસ્ય મેડલ જીતીને ભારતે દુનિયાને બતાવી દીધું છે. આ ખેલમાં ફરીથી બાદશાહત કાયમ કરવાનો વિશ્વાસ છે. ભારતીય પુરુષ હોકી ટીમને 1980 બાદ ઓલિમ્પિકમાં કોઈ મેડલ જીત્યો નથી. આજે ભારતે જોરદાર જીત મેળવીને ઇતિહાસ રચી દીધો છે.

ભારત આ પ્રવાસ દરમિયાન પોતાની ઓછા રેંકવાળી ટીમ સાથે હાર્યું નથી. જર્મની સામેની ગેમ્સમાં સિમરનજીત સિંહ (17 મી અને 34 મી મિનિટ) અને હરમનપ્રીત સિંઘ (27 મી અને 29 મી) એ બ્રેસીસ ગોલ કર્યા હતા જ્યારે રૂપિન્દર પાલ સિંહ (31 મી)એ ભારત માટે પેનલ્ટી સ્ટ્રોકમાં સ્લોટ કર્યો હતો. જ્યારે જર્મની માટે તિમોર ઓરુઝ (2 જી), નિકલાસ વેલેન (24 મો), બેનેડિક્ટ ફર્ક (25 મો) અને લુકાસ વિન્ડફેડર (48 મો) ગોલ કર્યો. હરમનપ્રીતના ક્લચ ડ્રેગ-ફ્લિકિંગ દ્વારા તેમની ઉત્તેજક ઝડપી પુનરાગમન એ ગ્રેહામ રીડ દ્વારા કોચ કરાયેલી આ ભારતીય ટીમે તાજેતરના વર્ષોમાં કેટલી પ્રગતિ કરી છે.

ઓલિમ્પિકમાં આજે રવિ કુમાર દહિયા ફાઈનલ મુકાબલો લડશે. તેમણે સિલ્વર મેડલ પાકો કરી દીધો છે.  જો કે. તેમનું પ્રદર્શન જોઈને ખેલપ્રેમીઓ એવુ માની રહ્યાં છે તેઓ ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધારશે.

(Photo: Olympics.com)