Site icon Revoi.in

ટોક્યો ઓલિમ્પિકઃ ટેબલ ટેનિસમાં કમલ જીત તરફ આગળ, સુનિતનો પરાજ્ય

Social Share

 દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિક રમતમાં સોમવારે અચંતા અરથ કમલને જ્યાં ટેબલ ટેનિસમાં પુરુષ સિંગલના ત્રીજા તબક્કામાં પ્રવેશ કર્યો છે. જ્યારે મહિલા સિંગ્લમાં મેનિકા બત્રા અ સુતીર્થ મુખર્જીને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત ટેનિસમાં સુમિત નાગલની હારથી ભારતીય ચુનોતી સમાપ્ત થઈ ગઈ છે.

ભારતના ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલએ ટોક્યો મેટ્રોપોલિટન જીમ્મેજિયમમાં 49 મિનિટ સુધી ટક્કર આપી અને ઉતાર-ચડાવથી ભરપૂર બીજા સંઘર્ષ પૂર્ણ તબક્કામાં પોલેન્ડના ટિયાગો એપોલોનિયાને 4-2થી હરાવી હતી.  ભારતીય ખેલાડીએ હવે ત્રીજા તબક્કામાં વિશ્વ ચેમ્પિયન ચીનની મા લાંગનો સામનો કરવો પડશે.

મહિલા સિંગ્લમાં શરૂઆતની બે મેચમાં હરિફ ખેલાડીઓને હરાવનારી મનિકા પાસે વિશ્વ નંબર 17 ઓસ્ટ્રેલિયાઈ સોફિયા પોલ્સાનોવાના મજબુત રમતનો કોઈ જવાબ ન હતો. માત્ર 27 મિનિટમાં 0-4થી આ મેચ હારી હતી. મનિકાની સહયોગી સુતીર્થ મુખર્જી પણ બીજા તબક્કાની મેચમાં પુર્તગાલની ફુ યુના હાથે 0-4થી હારી હતી. ભારતના અન્ય એક ખેલાડી ગણશેખરન સાથિયાન પુરુષ સિંગ્લમાં બીજા તબક્કામાં હાર્યો હતો

એરિઆક ટેનિસ પાર્કના કોર્ટ નંબર 1 ઉપર સુમિત નાગર વિશ્વના નંબર 2 ખેલાડી ડેનિલ મેડવેડેવનો સામનો કરી શક્યો ન હતો. આમ ઓલિમ્પિકમાં ટેનિસ સ્પર્ધાઓમાં ભારતીય ચુનોતી સમાપ્ત થઈ ગઈ હોવાનું જાણવા મળે છે. સાનિયા મિર્ઝા અને અંકિતા રૈનાની જોડી મહિલા ડબલમાં પહેલા જ તબક્કામાં હારી ગઈ હતી.