Site icon Revoi.in

દેશમાં  ટોલપ્લાઝા હવે ટેકનોલોજીથી થશે સજ્જ  – ફાસ્ટેગ દૂર કરી જીપીએસ આધારિત વ્યવસ્થા લાગૂ કરાશે

Social Share

 

દિલ્હી- દેશભરમાં હાલના સમયમાં ફઆસ્ટેગ ફરજિયાત છે, જો કે ટૂંક સમયમાં આ સેવામાંથી છૂકારો મળી શકે છે કારણ કે હવે દેશભરના તમામે તમાર ટોલપ્લાઝ આઘુનિક સિસ્સ્ટમથી સ્જજ કરવામાં આવી રહ્યા છે.

આ સમગ્ર મામલે સંસદીય સમિતિ દ્વારા વાહનોમાં લગાવાયેલા ફાસ્ટેગને હટાવવાની ભલામણ કરવામાં આવી છે તે બાબતને લઈને હવે ધ્યાન દોરવામાં આવશે જેથી આવનાર સમયમાં ટોલ ટેક્ષ જીપીએસ દ્વારા  જે તે વાહનચાલકના ખાતામાંથી કપાઈ શકે છે.

આ બાબતે પરિવહન અને પર્યટન અંગેની સંસદીય સ્થાયી સમિતિના અધ્યક્ષ ટી જી વેંકટેશે સંસદમાં રાષ્ટ્ર નિર્માણમાં હાઇવેની ભૂમિકાનો એક મહત્વનો રિપોર્ટ રજૂ કર્યો હતો. જેમાં કે કેન્દ્ર સરકાર ટોલ ટેક્ષની વસૂલાત માટે જીપીએસ આધારિત વ્યવસ્થા લાગુ કરવા જઇ રહી હોવાની વાત કરી હતી.

જો આ નિર્ય લેવામાં આવે છે તો નેશનલ હાઇવે પર ટોલ ટેક્ષ પ્લાઝા નો ખર્ચ બચી જશે. આ સાથે જ ટ્રાફિકમાંથી પણ છબૂટકારો મળશે,કારણ કે  જીપીએસ ટેકનીકથી દેશભરમાં ટોલ પ્લાઝા પર ટ્રાફિકથી કરોડો મુસાફરોએ એક જગ્યાએ એટકવું નહી પડે અને આ સાથે જ ઇંધણની બચત પણ થશે.

જો આ સિસ્ટમ લાગૂ કરવામાં આવે છો તો એ રિતે જીપીએસ વ્યલવસ્થાથી વાહનચાલકોને જોડાશે કે જેથી તેમના ખાતામાંથી જ ટેક્સ વસુલ કરવામાં આવશે, એક જગ્યાએ વાહનોની ભીડ નહી થાય અને વાતાવરણમાં પેટ્રોલ ડિઝલના જે ઘુમાડોએ રસ્તા પર થતા તેમાં પમ ફાયદો થશે, આ જીપીએસ સિસ્ટમ સરવાળે સમય,ઈંધણની બચત સાથે સાથે પર્યાવરણને શુદ્દ બનાવશે.