Site icon Revoi.in

માત્ર એક જ દિવસમાં ટામેટાના ભાવમાં 37 ટકાનો ઘટાડ઼ો નોંધાયો – બજારોમાં ટામેટાની આવકમાં પણ વધારો જોવા મળ્યો

Social Share

દિલ્હી – દેશભરમા શાકમાર્કેટમાં ટામેટાના ભાવ 200થી લઈને 300 રુપિયે પ્રતિ કિલો સુઘી પહોચ્યા હતા જેની સીઘી અસર સામાન્ય લોકોના ખીસ્સા પર પડી હતી જો કે હવે દિલ્હી સહીત મુંબઈ જેવા મહાનગરોમાં ટામેટાના ભાવ નીચે આવતા જોવા મળ્યા છે એક જ દિવસમાં ચટામેટાના ભાવમાં 37 ટકાનો ઘટાડો નોંધાયો છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે હવે ટામેટાંના ભાવ નીચે આવી રહ્યા છે. નાસિકની ત્રણ મંડીઓમાં માત્ર એક જ દિવસમાં ટમેટાના સરેરાશ જથ્થાબંધ ભાવમાં બાસ્કેટ દીઠ  650 રુપિયાનો ઘટાડો થયો છે. એક કેરેટમાં 20 કિલો ટામેટાં હોય છે અને દરેકની કિંમત બુધવારના 1,750 રુપિયાથી ઘટીને  1,100 રુપિયા થઈ ગઈ હતી.

આ નવી કિમંતોને જોતા કહી શકાય કે  એક જ દિવસમાં ટામેટાંના ભાવમાં 37 ટકાથી વધુનો ઘટાડો થયો છે. પિંપલગાંવ, નાસિક અને લાસલગાંવ-માં ત્રણ કૃષિ પેદાશો બજાર સમિતિઓમાં ટામેટાંની કુલ દૈનિક આવક પણ લગભગ એક સપ્તાહ અગાઉના 6,800 બોક્સથી વધીને ગુરુવારે 25,000 બોક્સ થઈ હતી.એટલે કે કિંમતો પણ ઘટી છે ને માર્કેટમાં ટામેટાની આવક પણ વઘી છે.

મહારાષ્ટ્ર – મહારાષ્ટ્રના સૌથી મોટા ટમેટા માર્કેટ પિંપલગાંવમાં દૈનિક આવક 1,500 બોક્સથી વધીને 15,000 બોક્સ થઈ છે, જ્યારે નાસિકમાં તે 5,000 બોક્સથી વધીને 10,000 બોક્સ થઈ છે. લાસલગાંવ ખાતે, આગમન લગભગ એક અઠવાડિયા પહેલા એક દિવસમાં 350 કોચથી વધીને હવે 1,500 થઈ ગયું છે.

જાણકારી પ્રમાણે ચાંદવડ, નિફાડ, ડિંડોરી, સિન્નર અને જિલ્લાના અન્ય તાલુકાઓમાં નવા ટામેટાંના પાકની લણણીમાં ઝડપ આવી છે. તદુપરાંત, છેલ્લા કેટલાક દિવસો પ્રમાણમાં સૂકા રહ્યા છે. જેથી આગામી થોડા અઠવાડિયામાં, નવા ટામેટાંના પાકનું આગમન વધશે તો ભાવ હજી નીચે જઈ શકે છે.