Site icon Revoi.in

ટમેટાંના ભાવ કિલોએ રૂપિયા 50એ પહોંચ્યા, લીંબુ અને લસણના ભાવમાં પણ તોતિંગ વધારો

Social Share

અમદાવાદ:  મોંઘવારી રોજબરોજ વધી રહી છે. શિયાળામાં શાકભાજી સસ્તા હોય છે. પણ ભર શિયાળે ટમેટાંના ભાવ પ્રતિકિલોએ 50 રૂપિયા વટાવી દીધા છે. જ્યારે લસણનો ભાવ તો પ્રતિકિલોનો ભાવ 500 રૂપિયા બોલાય રહ્યો છે. આ ઉપરાંત શિયાળામાં લીંબુના ભાવ એકદંરે ઓછા હોય છે. જ્યારે લીંબુના ભાવ 100 રૂપિયા પ્રતિકિલોએ પહોંચ્યા છે. આ ઉપરાંત અન્ય શાકભાજીના ભાવમાં પણ આંશિક વધારો જોવા મળી રહ્યો છે. આમ મોંઘવારીનો માર લોકોને સહન કરવો પડી રહ્યો છે.

શિયાળામાં જાતભાતની શાકભાજી માર્કેટમાં આવતી હોય છે. લોકો શિયાળામાં વધુ પડતા લીલી શાકભાજી આરોગતા હોય છે. પરંતુ હાલ જે રીતે શાકભાજીનો આસમાન પહોંચ્યો છે. ટામેટાના લાલચોળ ભાવથી ગૃહણીઓમાં નિરાશ જોવા મળી રહી છે. ટામેટા પહેલા 100 રૂપિયામાં ચાર કિલો એટલે કે 25 રૂપિયામાં કિલો મળતાં હતા. જેનો ભાવ હાલ ડબલ થઈ ગયો છે. હાલ ટામેટા 50 રૂપિયા કિલોએ વેચાઈ રહ્યા છે.  ટામેટાની સાથે લસણનો તડકો પણ મોંઘો પડી રહ્યો છે. શિયાળામાં લસણને એક વસાણાં તરીકે ખાવામાં આવે છે. પરંતુ હાલ લસણનો જે ભાવ વધ્યો છે તેથી ઘણી મહિલાઓએ રસોડામાંથી લસણને જ દૂર કરી નાંખવું પડ્યું છે. લસણનો ભાવ 500 રૂપિયા કિલો પહોંચી ગયો છે. મહિલાઓએ શાકમાંથી લસણનો સંપૂર્ણ દૂર કરી નાંખ્યું છે. લસણનો ભાવ 500 રૂપિયા કિલો પહોંચી ગયો છે. લસણની સાથે લીંબુની ખટાશ પણ મોંઘી પડી રહી છે. હજુ તો ઉનાળો શરૂ થયો નથી ત્યાં જ લીંબુના ભાવમાં તેજી આવી ગઈ છે. ઉનાળામાં લીંબુનો સૌથી વધુ વપરાશ થતો હોય છે. પરંતુ શિયાળામાં જ લીંબુના ભાવ 100 રૂપિયા કિલો પહોંચી ગયા છે. જે ઉનાળામાં બેથી ત્રણ ગણા થઈ જાય તો નવાઈ નહીં. મધ્યમ વર્ગને શું ખાવુ અને શું ન ખાવું તે પ્રશ્ન થઈ ગયો છે.