Site icon Revoi.in

જમ્મુ અને કાશ્મીરમાં લશ્કરના ટોચનો કમાન્ડર ઠાર, સાથે તેના અન્ય 4 સાથી પણ ઠાર

Social Share

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના આતંકીઓ માટે કાળ બની રહી છે. કારણ એ છે કે ભારતીય સેના દ્વારા આતંકીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ જ્યારે તેઓ સેના પર ફાયરિંગ કરે છે ત્યારે છેલ્લે તેમને જવાબી કાર્યવાહીમાં ઠાર કરવામાં આવે છે. છેલ્લા ચાર દિવસમાં એટલે કે વર્ષની શરૂઆતમાં જ ભારતીય સેના દ્વારા લશ્કરના ટોચના કમાન્ડરને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે અને તેની સાથે આવેલા અન્ય 4ને પણ ઠાર કર્યા છે.

જમ્મુ અને કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે 2021 ના છેલ્લા દિવસે જણાવ્યું હતું કે પોલીસ અને સુરક્ષા દળો દ્વારા કેન્દ્રશાસિત પ્રદેશમાં 100 સફળ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં 44 ટોચના આતંકવાદીઓ અને 20 વિદેશીઓ સહિત કુલ 182 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. સિંહે કહ્યું કે 2021માં કુલ 20 વિદેશી આતંકવાદીઓ માર્યા ગયા. ડીજીપીએ કહ્યું કે વર્ષ 2021માં જમ્મુ-કાશ્મીરમાં સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી ઓછી થઈ છે.

બે એન્કાઉન્ટર શ્રીનગર જિલ્લામાં, એક ઉત્તર કાશ્મીરના કુપવાડામાં અને એક દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં જોવા મળ્યું હતું. 1 જાન્યુઆરીએ કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાએ બોર્ડર એક્શન ટીમના એક ઘૂસણખોરને ઠાર માર્યો હતો.

સેના અનુસાર, તે પાકિસ્તાની નાગરિક હતો અને તેની ઓળખ લશ્કરના કમાન્ડર મોહમ્મદ શબ્બીર મલિક તરીકે થઈ હતી. 3 જાન્યુઆરીએ, શ્રીનગરની બહારના ભાગમાં શાલીમાર અને ગુસમાં એક કલાકની અંદર બે એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જેમાં 2016થી સક્રિય લશ્કર કમાન્ડર સલીમ પારે અને પાકિસ્તાની આતંકવાદી હાફિઝ માર્યા ગયા હતા. મંગળવારે કુલગામ જિલ્લાના ઓકે ગામમાં એન્કાઉન્ટરમાં બે સ્થાનિક આતંકવાદીઓ માર્યા ગયા હતા.