Site icon Revoi.in

લદ્દાખમાં પર્યટન ઉદ્યોગને મળશે નવો વેગ, તૈયાર થશે ‘નાઈટ સ્કાય સેન્ચ્યુરી’

Social Share

વિજ્ઞાન અને પ્રૌધોગિકી મંત્રી જિતેંદ્ર સિંહે માહિતી આપતા જણાવ્યું કે લદ્દાખના હનલે ક્ષેત્રમાં દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી આવતા ત્રણ મહિનામાં બની જશે. લદ્દાખમાં પર્યટન ઉધોગ અને બીજા અનેક વિકાસ કર્યો માટેની પણ યોજના તૈયાર કરવામાં આવી છે.

આગળ વધારે તેમણે ઉમેર્યું કે દેશની પહેલી નાઈટ સ્કાય સેન્ચ્યુરી લદ્દાખના ચંગથંગ વન્યજીવ અભ્યારણ્યનો ભાગ હશે. તેના કારણે ખગોળ પર્યટનને વેગ મળશે. લદ્દાખના હનલે ઓપ્લિકલ ઈન્ફ્રા રેડ અને ગામા રે ટેલિસ્કોપ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ યોજનાથી સ્થાનીય અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. લોકો આ જગ્યાએ આવીને અવકાશને વધારે નજીકથી જોઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે બ્રહ્માંડ અનેક તારા, ગેલેક્સી, ગ્રહો, ઉપગ્રહો અને રહસ્યોથી ભરપૂર છે. માનવસમાજે અવકાશના (Space) રહસ્યો અને તેની નવી નવી માહિતી મેળવવા માટે અનેક અવકાશ મિશન કર્યા છે. દુનિયામાં કરોડો લોકો એવો હોય છે જે આ અવકાશની તમામ બાબતો જાણવા માટે આતુર હોય છે. કેટલાક લોકોનો અવકાશ પ્રત્યેનો પ્રેમ એવો હોય છે કે તેઓ ઘરે પોતાના બજેટ પ્રમાણે ટેલિસ્કોપ લાવીને અવકાશને વધારે નજીકથી જુએ છે અને અવકાશની સુંદરતાને માણે છે. ભારતમાં પણ આવા ઘણા અવકાશપ્રેમીઓ છે. ભારતના અનેક અવકાશ વૈજ્ઞાનિકોએ ભારતમાં અવકાશ મિશનને સફળતા પૂર્વક પૂરા કરવામાં પોતાનું મહત્વનું યોગદાન આપ્યુ છે.