Site icon Revoi.in

વિકેન્ડમાં હિલસ્ટેશન માઉન્ટઆબુમાં પ્રવાસીઓનો ઘસારોઃ કોરોનાના નિયમોના ઉડ્યા ધજાગરા

Social Share

અમદાવાદઃ ગુજરાત અને રાજ્સથાનની બોર્ડર પર સ્થિતિ માઉન્ટ આબુ સહેલાણીઓનું પ્રિય સ્થળ છે, ત્યારે કોરોનાના નિયમો હળવા થતા અને અનેક પાબંધિઓમાં છૂટછાટ મળતા શનિવાર-રવિવાર હોવાથી આ પ્રવાસન સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી, વિતેલા દિવસની સાંજે માઉન્ટઆબુ પ્રવાસીઓથી ભરાઈ ચૂક્યું હતું.

જો કે હાલ કોરોનાની ત્રીજી લહેરની શંકાો સેવાઈ રહી છે ત્યારે આ રીતે ભીડ એકઠી થવી તંત્ર માટે ચિંતાનો વિષય બને છે, આ સાથે જ અહીં આવનારા અનેક પ્રવાસીઓએ કોરોનાના નિયમો ભંગ કર્યા હતા, મોટા ભાગના લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા અને સોશિય ડિસ્ટન્સિંગ પણ જાળવ્યું નહોતું.

માઉન્ટઆબુના જાણીતા નખી લેકમાં મોટા ભાગના પ્રવાસીઓ એ બોટિંગની મજા માણી હતી, જો કે બોટિંગ કરતા વખતે પણ મોટા ભાગના પ્રવાસીઓ માસ્ક વગરજ જોવા મળ્યા હતા, આ સાથે જ આસપાસના નાના મોટા અનેક ઘાર્મિક સ્થળો તેમજ જાહેર સ્થળો પર મોટા પ્રમાણમાં મેળાવડો જામ્યો હતો.
માઉન્ટઆબુમાં મોટા ભાગની હોટલો ફૂલ જોવા મળી હતી કેટલાક એડવાન્સ બુકિંગ પણ થઈ ચૂક્યા હતા ત્યારે આજે પણ રવિવાર હોવાથી મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળે છે.

માઉન્ટ આબુમાં મોટી લસંખ્યામાં ગુજરાતની જનતા જોવા મળી હતી, ગુજરાતીઓ ઘસારો જોવા મળ્યો હતો, ઉલ્લેખનીય છે કે હાલ ચોમાસાની સિઝન હોવાથી અહીનું વાતાવરણ અહલાદક હોય છે ,હિલસ્ટેશનનો નજારો બે ગણો સુંદર બને છે જેથી લોકો મોટી સંખ્યામાં વાતાવરણની મજા માણવા આવ્યા છે,અનેક લોકો ગુરુપૂર્ણિમાં હોવાથી માઉન્ટઆબૂ સ્થિત પોતાના ગુરુના દર્શન કરવા પણ ઘાર્મિક સ્થળોએ પહોંચ્યા હતા, જો કે ત્રીજી લહેર વચ્ચે આ રીતે લોકોની ભીડ એકઠી થવી ક્યાકને ક્યાંક ચિંતાનું વાતાવરણ ઊભુ કરે છે.